Viral Video: મા-બાપને મદદ કરવા સવારે અખબાર વેચે છે આ છોકરો, મંત્રીએ વીડિયો શેયર કરીને કર્યા વખાણ

|

Sep 25, 2021 | 7:47 AM

આ વીડિયો તેલંગાણાના મંત્રી 'કેટી રામારાવ' દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, 'જગતીયાલ શહેરના આ વીડિયોએ દિલ જીતી લીધા છે.

Viral Video: મા-બાપને મદદ કરવા સવારે અખબાર વેચે છે આ છોકરો, મંત્રીએ વીડિયો શેયર કરીને કર્યા વખાણ
A Telangana boy sells paper in the morning and pays for his studies

Follow us on

પોતાના સપના પૂરા કરવા માટે દરેક વ્યક્તિ પોતાની આખી જીંદગી લગાવી દે છે. કેટલાક એવા લોકો છે જેમણે પોતાનું મુકામ હાંસલ કરવા માટે બધુ સમર્પિત કરી દીધું છે અને આજે તેઓ દેશ માટે ઉદાહરણરૂપ બન્યા છે.આજે અમે તમને એક છોકરાની કહાની જણાવવા જઈ રહ્યા છીએ, જાણીને  તમે પણ તેના માટે દિવાના બની જશો અને આશ્ચર્ય પામશો. અમે જે બાળકની વાત કરી રહ્યા છીએ તે તેલંગાણાનો છે. આ બાળકની એક જિદ્દ છે – એક દેશનું નામ ઉજ્જવળ બનાવવું અને બીજું તેના માતા -પિતાનું સ્વપ્ન પૂરું કરવું. હવે તે આ સપનું પૂરું કરવા રાત -દિવસ મહેનત કરી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ બાળક રોજ સવારે લોકોના ઘરે અખબારનાખવા જાય છે અને પછી અભ્યાસ કરે છે. તેમના સપના અને જરૂરિયાતો પુરી કરવા માટે આ બાળક કમાણીની સાથે સાથે અભ્યાસ પણ કરે છે. આ બાળક તેલંગણાના જગતીયાલનો રહેવાસી છે અને તેનું નામ જય પ્રકાશ છે. હવે આ બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ બાળકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

તમને જણાવી દઈએ કે આ વીડિયો તેલંગાણાના મંત્રી ‘કેટી રામારાવ’ દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘જગતીયાલ શહેરના આ વીડિયોએ દિલ જીતી લીધા છે. સરકારી શાળામાં ભણતા આ બાળકનું નામ જય પ્રકાશ છે. આ બાળકમાં આત્મવિશ્વાસ અને યોગ્ય વિચાર પ્રશંસનીય છે. રાવ આગળ લખે છે કે બાળક કહે છે – કામ કરતી વખતે ભણવામાં શું નુકસાન છે. આ તેના ભવિષ્યને સુરક્ષિત કરશે.

 

થોડા જ સમયમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગયો છે. અત્યાર સુધી આ વીડિયોને લાખોથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ પણ શેર કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરતી વખતે લખ્યું, ‘આ બાળક કલામ બનશે.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું છે, ‘ખૂબ સુંદર.’ આ સિવાય, મોટાભાગના લોકો ઇમોટિકોન્સ શેર કરીને પ્રેમનો વરસાદ કરી રહ્યા છે.

આ પણ વાંચો-

Vadodara ગોત્રી દુષ્કર્મ કેસમાં પીઆઇની શંકાસ્પદ ભૂમિકા બાદ આઠ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરાઇ

આ પણ વાંચો –

Quad Summit 2021: ક્વાડ દેશોની બેઠકમાં PM મોદીએ કહ્યું- હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સૌ સાથે મળી કરીશું કામ, બધાએ સાથે મળીને વિશ્વ માટે શાંતિ સ્થાપવી જોઈએ

Next Article