Viral Video: ધાબા પરથી નીચે ઉતરવા દોઢ વર્ષના બાળકે લગાવ્યુ ગજબનું દિમાગ, વીડિયો જઇ તમે પણ વિચારમાં પડી જશો

સામાન્ય રીતે દોઢ વર્ષના બાળક માટે યોગ્ય રીતે ઊભા રહેવું પણ મુશ્કેલ હોય છે, પરંતુ આ હાલમાં વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને તમે કદાચ દંગ રહી જશો. કારણ કે આશરે દોઢ વર્ષનું બાળક કોઈ આધાર વગર સીડીની મદદથી છત પરથી નીચે આવે છે

Viral Video: ધાબા પરથી નીચે ઉતરવા દોઢ વર્ષના બાળકે લગાવ્યુ ગજબનું દિમાગ, વીડિયો જઇ તમે પણ વિચારમાં પડી જશો
Viral Video Of Kid Climbing off Very Easily
| Edited By: | Updated on: Oct 23, 2021 | 8:11 AM

દરરોજ સોશિયલ મીડિયા (Social Media) પર કંઇક એવું વાયરલ થાય છે જે આશ્ચર્યજનક હોય છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેને જોઈને તમે દાંત નીચે આંગળી દબાવતા થઈ જશો. અત્યાર સુધી તમે બાળકોના તોફાનો અને નિર્દોષતાના ઘણા વીડિયો જોયા હશે, પરંતુ નાના બાળકનું આ અદ્ભુત પરાક્રમ જોઈને તમે આશ્ચર્ય પામશો.

સામાન્ય રીતે દોઢ વર્ષના બાળક માટે યોગ્ય રીતે ઊભા રહેવું પણ મુશ્કેલ હોય છે, પરંતુ આ હાલમાં વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને તમે કદાચ દંગ રહી જશો. કારણ કે આશરે દોઢ વર્ષનું બાળક કોઈ આધાર વગર સીડીની મદદથી છત પરથી નીચે આવે છે, તે પણ ડર્યા વગર!

વાયરલ થઈ રહેલા વીડિયોમાં, તમે જોઈ શકો છો કે બાળક સીડીની ટોચ પર આરામથી બેઠો છે, પરંતુ ખબર નહીં અચાનક તેને શું સુજે છે કે બાળક એટલી ઝડપથી નીચે ઉતરી જાય છે કે લિફ્ટ પણ બાળકની આ ઝડપને મેચ કરી શકે નહીં.

આ વીડિયો helicopter_yatra_ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. 6 દિવસ પહેલા શેર કરેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 84 હજારથી વધુ લાઈક્સ મળી છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે તેના પર ફની કમેન્ટ્સ કરી છે. વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું કે આ દૃશ્ય ખરેખર આશ્ચર્યજનક છે. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું, ‘આજના બાળકો વિશે કશું કહી શકાય નહીં.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ કરી છે.

આ પણ વાંચો –

Drug Case : પોતાના આઉટફિટને લઇને ટ્રોલ થઇ અનન્યા પાંડે, સોશિયલ મીડિયા પર શેયર થયા ફની મીમ્સ

આ પણ વાંચો –

Viral Video : આ શ્રમિક બાળકનો વીડિયો જોઇને તમારી પણ આંખો ખુલ્લી રહી જશે, વીડિયો જોઇ લોકો બોલ્યા વાહ !

આ પણ વાંચો –

Prabhas Birthday: પ્રભાસે બાહુબલી નહીં પરંતુ આ હિન્દી ફિલ્મથી કર્યુ હતુ ડેબ્યૂ, જાણો તેને લઇને કેટલીક રોચક વાતો