Indian Army: બરફમાં ફસાયેલી માતા અને શિશુને સેનાના જવાનો પહોંચાડ્યા ઘરે, જુઓ વિડીયો

|

Jan 24, 2021 | 4:33 PM

Indian Army સેનાના જવાનોએ એક મહિલા અને તેના નવજાત શિશુને હોસ્પિટલથી ઘરે પહોંચાડ્યા હતા.

આ સમયે પૂરા ભારતમાં ઠંડીનું પ્રમાણ વધારે જણાઈ રહ્યું છે. શિયાળાની આ મોસમમાં કાશ્મીરમાં રસ્તાઓ પર બરફના મોટા મોટા થર જામી જતાં હોય છે. જેને લઈને રસ્તાઓ પર અવાર જવર સદંતર બંધ થઈ ગઈ છે અને વાહનોની અવાર જવર પણ અત્યંત મુશ્કેલથી થાય છે. આ બધાની વચ્ચે જમ્મુ કાશ્મીરમાં એક હૂંફાળી ઘટના સામે આવી છે. કુપવાડા જિલ્લામાં લોલાબ ઇલાકામાં ભારે હિમવર્ષા દરમ્યાન Indian Army સેનાના જવાનોએ એક મહિલા અને તેના નવજાત શિશુને હોસ્પિટલથી ઘરે પહોંચાડ્યા હતા.

 

સેનાની આવી દરિયાદિલી જોઈને લોકો ખુશ થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર લોકો પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. જેવી આ ખબર લોકો સુધી પહોંચી ત્યારે લોકો એ કહ્યું કે ખરેખર ભારતીય સેનાના જવાનો જ અસલી હીરો છે. જેથી લોકો તેને દિલથી સો સો સલામ કરી રહ્યા છે. જ્યારે મોટા અને બાળકના પરિવારે પણ સેનાના જવાનોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ફરજ પર તૈનાત જવાનોએ માત્ર એક નહીં પણ બે બે જીંદગીઓ બચાવી છે.

Published On - 4:29 pm, Sun, 24 January 21

Next Video