Viral Video : વ્યક્તિ ન જાળવી શક્યો બેલેન્સ અને જોરદાર રીતે પડ્યો, વીડિયો જોઇ તમે પણ કહેશો અરે આ શું થયુ ?

તાજેતરના દિવસોમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક ભારે વ્યક્તિ બ્લોક પર બેલેન્સ કરે છે, પરંતુ પછી અચાનક કંઈક એવું બને છે જે તમને હસાવશે.

Viral Video :  વ્યક્તિ ન જાળવી શક્યો બેલેન્સ અને જોરદાર રીતે પડ્યો, વીડિયો જોઇ તમે પણ કહેશો અરે આ શું થયુ ?
Viral Video
| Edited By: | Updated on: Aug 21, 2021 | 4:24 PM

સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી વખત ફની વીડિયો વાયરલ (Viral Video) થાય છે. જે યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. આ વિડીયો એટલા રમુજી છે કે તેમને જોઈને હાસ્ય રોકવુ  મુશ્કેલ થઇ જાય છે. તાજેતરના સમયમાં આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.  આપણે બધા જાણીએ છીએ કે સંતુલન (Balance) સરળ કાર્ય નથી. આ માટે ઘણા વર્ષોનો અનુભવ જરુરી છે, તે પછી આપણે સંતુલન (Balance) કાર્ય સારી રીતે કરી શકીએ છીએ.

પરંતુ એવા ઘણા લોકો છે જે હજી પણ તેનો પ્રયાસ કરવાનું ચૂકતા નથી. તાજેતરના દિવસોમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક ભારે વ્યક્તિ બ્લોક પર બેલેન્સ કરે છે, પરંતુ પછી અચાનક કંઈક એવું બને છે જે તમને હસાવશે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક  ભારે શરીરવાળો વ્યક્તિ બ્લોક પર પોતાને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે. તે દરેક પગલું કાળજીપૂર્વક લે છે, પરંતુ ટોપ બ્લોક પર પહોંચતા તેનું સંતુલન બગડવા લાગે છેતે લાંબા સમય સુધી તેના શરીરને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે આમાં સફળ થતો નથી અને અંતે તે પડી જાય છે

 

આ વીડિયોને યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઘણા લોકોએ આના પર રમૂજી ટિપ્પણીઓ કરી. એક યુઝરે કહ્યું, ‘માણસે સંતુલન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના ભારે શરીરને કારણે તે સંતુલન બનાવી શક્યો નહીં. અન્ય એક યુઝરે કહ્યું કે o Shit  વ્યક્તિને ખૂબ વાગ્યુ હશે. આ સિવાય, અન્ય ઘણા યૂઝર્સે આના પર રમૂજી ટિપ્પણીઓ કરી.

આ વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ હોલીવુડ અભિનેતા tyrese  ઇન્સ્ટાગ્રામ પર આ વીડિય શેર કર્યો છે.આ વીડિયોને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો પર યૂઝર્સ જોરદાર કમેન્ટસ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો Rakshabandhan: આ રક્ષાબંધન પર સર્જાયો શુભ સંયોગ ! જાણો, ભાઈને રાખડી બાંધવાના શ્રેષ્ઠ મુહૂર્ત

આ પણ વાંચોViral Video : વાંદરાએ શાળાની છત પર ફરકાવ્યો રાષ્ટ્ર ધ્વજ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ