એક નહીં, બે નહીં…. સાત વાર પલ્ટી ટેસ્લા કાર, અને અંદર સવાર લોકોને આવી માત્ર મામૂલી ઈજા- જુઓ Video

|

Jun 28, 2024 | 12:07 PM

અમેરિકાના કેલિફોર્નિયામાં એક ટેસ્લા કારનો એક્સિડેન્ટ થઈ ગયો. આ દરમિયાન કાર 7 વાર પલ્ટી પરંતુ તેમ છતા ડ્રાઈવર સહિત ત્રણ લોકોને માત્ર સામાન્ય ઈજા આવી હતી. ટેસ્લા કાર એક્સિડેન્ટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અમેરિકાના કેલિફોર્નિયામાં ટેસ્લા કારના એક્સિડેન્ટનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા એક્સિડેન્ટ દરમિયાન ટેસ્લા કાર એક, બે નહીં પરંતુ સાત વાર પલ્ટી ખાઈ ગઈ અને છતા તેમા સવાર ત્રણ લોકોને માત્ર સામાન્ય ઈજા પહોંચી હતી. કાર પલટવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમા મહિલા ડ્રાઈવર અને કારમાં સવાર અન્ય વ્યક્તિ ફોન કરી મદદ માગતા જોવા મળી રહ્યા છે.

અમેરિકી મીડિયા KTLA ન્યૂઝના જણાવ્યા અનુસાર ડ્રાઈવર ઓવર સ્પીડમાં કાર ચલાવી રહી હતી જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કારની સ્પીડ 161 પ્રતિ કલાક જેટલી હતી. કાર પલટી એ દરમિયાન 6 ગાડીઓ સાથે ટકરાઈ આ કારણે અન્ય એક કાર પણ પલટી ગઈ.

મહિલા ડ્રાઈવર નશામાં હોવાની આશંકા

રેડ લાઈટ પર રાહ જોઈ રહેલા અન્ય પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યુ કે તે કાર મારી બાજુમાં આવીને જ ટકરાઈ હતી. જો કે મને નથી ખબર હું કેવી રીતે બચી ગઈ, નજીકમાં કામ કરી રહેલા કર્મચારીએ જણાવ્યુ કે કાર ટકરાઈ ત્યારે ટાયરોનો અવાજ આવ્યો.

શું તમને પણ વારંવાર થઈ જાય છે એસિડિટી? તો ઘરેબેઠા જ કરો ઠીક
Travel Tips : ચોમાસામાં હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા છો તો, આ વાતોનું ધ્યાન રાખજો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 02-07-2024
માઈગ્રેનનો ઈલાજ મળી ગયો! નાળિયેર પાણીનો કરો આ રીતે ઉપયોગ
બાળકને સક્ષમ બનાવવા માટે જયા કિશોરીની દરેક માં-બાપ માટે મહત્વની સલાહ

દુર્ઘટના સ્થળે સૌથી પહેલા પહોંચેલી વ્યક્તિએ તાત્કાલિક મહિલા ડ્રાઈવરને કારમાંથી બહાર કાઢી અને હોસ્પિટલ પહોંચાડી હતી. જો કે મહિલાને સામાન્ય ઈજા જ આવી હતી. પોલીસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે તેમણે આશંકા જતાવી છે કે ડ્રાઈવર શરાબ કે ડ્રગ્સના નશામાં હતી.

ઈલોન મસ્ક બોલ્યા અમારા માટે સુરક્ષા જરૂરી

ટેસ્લાના માલિક ઈલોન મસ્કે વીડિયોને ફરી શેર કરતા લખ્યુ છે કે લોકોની સુરક્ષા અમારા માટે પ્રાથમિક્તા છે. આ કાર ટેસ્લાની ઈલેક્ટ્રીક SUV હતી. દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો ટેસ્લા કારના સિક્યોરિટી ફીચરની પ્રશંસા કરી રહ્યા છે.

એક યુઝરે વીડિયો શેર કરતા લખ્યુ છે કે ટેસ્લા કાર ઈંઘણથી નથી ચાલતી આથી તે 100 ગણી વધુ સુરક્ષિત હોય છે. ટેસ્લાની આ કારની ખાસિયત તેની ટોપ સ્પીડ છે. જે 249 કિમી પ્રતિ કલાક છે. તો બીજી તરફ અન્ય એક યુઝરે તેની પોસ્ટમાં ટેસ્લાને વિશ્વની સૌથી વધુ સુરક્ષિત કાર ગણાવી છે.

 

Published On - 12:01 pm, Fri, 28 June 24

Next Article