આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર

|

Oct 12, 2024 | 2:33 PM

દુનિયામાં એવા ઘણા શહેરો છે, જ્યાં લોકોને સતત મોતનો ડર છે. આજે અમે તમને દુનિયાના એવા શહેરો વિશે જણાવીશું જે અત્યંત જોખમી માનવામાં આવે છે. સિટીઝન્સ કાઉન્સિલ ફોર પબ્લિક સિક્યુરિટી એન્ડ ક્રિમિનલ જસ્ટિસે જોખમી શહેરોનો રિપોર્ટ તૈયાર કર્યો છે.

વિશ્વમાં ઘણા ખતરનાક શહેરો છે. આ શહેરોમાં લોકોને ગમે ત્યારે મોત ભેટી શકે છે. તેમને સતત મોતનો ડર રહે છે. આપણે બધા હંમેશા પોતાની જાતને સુરક્ષિત રાખીએ છીએ, પરંતુ તેમ છતાં ઘણી વખત આપણે અકસ્માતનો ભોગ બનીએ છીએ. આજે અમે તમને દુનિયાના એવા શહેરો વિશે જણાવીશું જે અત્યંત જોખમી માનવામાં આવે છે. સિટીઝન્સ કાઉન્સિલ ફોર પબ્લિક સિક્યુરિટી એન્ડ ક્રિમિનલ જસ્ટિસે જોખમી શહેરોનો રિપોર્ટ તૈયાર કર્યો છે.

મેક્સિકોના તિજુઆના શહેરને વિશ્વનું સૌથી ખતરનાક શહેર માનવામાં આવે છે. આ શહેરમાં ગુનાખોરીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં એક લાખ લોકો સામે 138 લોકોની હત્યા થાય છે. આ શહેરમાં દરરોજ લગભગ સાત લોકોની હત્યા થાય છે. વિશ્વના ખતરનાક શહેરોમાં, મેક્સિકોનું એક બીજું શહેર છે જેનું નામ એકાપુલ્કો છે. અહીં 1 લાખ લોકો સામે 111 લોકોની હત્યા થાય છે. આ ઉપરાંત વેનેઝુએલાના કરાકસનો પણ વિશ્વના ખતરનાક શહેરોમાં સમાવેશ થાય છે.

Next Video