Mehsana : અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આત્મનિર્ભરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બની દિવ્યાંગ મહિલા

|

Apr 21, 2021 | 5:47 PM

Mehsana : માણસને શારીરિક અસક્ષમતા એટલે કુદરતે જીવન નિર્વાહમાં ઉભી કરેલી ઓટ માનવામાં આવે છે. કારણ કે શારીરિક શસક્ત વ્યકિત સામાન્ય વ્યક્તિની જેમ કામ કરી શકતો નથી.

Mehsana : માણસને શારીરિક અસક્ષમતા એટલે કુદરતે જીવન નિર્વાહમાં ઉભી કરેલી ઓટ માનવામાં આવે છે. કારણ કે શારીરિક શસક્ત વ્યકિત સામાન્ય વ્યક્તિની જેમ કામ કરી શકતો નથી. આથી શારીરિક શસક્ત વ્યક્તિ આપોઆપ અન્ય ઉપર નિર્ભર બની જાય છે. અને આવી વ્યક્તિ આત્મનિર્ભર બની શકતી નથી. આ કારણે કુદરતના પ્રકોપનો ભોગ બનનાર વ્યક્તિ સ્વયં કામ કરી આત્મનિર્ભર બની શકતી નથી. પરંતુ કુદરતના પ્રકોપનો ભોગ બનનાર કાળા માથાનો માનવી જ્યારે અડગ મનથી આગળ વધે તો કુદરતને પણ આશ્ચર્યમાં મૂકી દેતો હોય છે.

ત્યારે અહી આપણે વાત કરી રહ્યા છીએ એવી દિવ્યાંગ મહિલાની કે જે શરીરે 80 ટકા દિવ્યાંગ છે. અને સામાન્ય માણસની જેમ કાર્ય કરી શકતી નથી. તેમણે MA સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો હોવા છતાં યોગ્ય નોકરી મળતી નથી. તેમ છતાં હિંમત ન હાર્યા. અને દિવ્યાંગ મહિલાએ અડગ મનથી આત્મનિર્ભર થવાનો નિર્ણય કર્યો છે. ત્યારે પોતે વિવિધ પ્રકારના અથાણાં અને પાપડનો વ્યવસાય શરુ કર્યો છે. અને પોતાના ઘરેથી વેચાણ કરવાની સાથે ઘરે-ઘરે ફરીને પણ સ્વયં બનાવેલા પાપડ-અથાણાંનું વેચાણ કરી જીવન નિર્વાહ કરે છે. આ હિંમતવાન મહિલાનું નામ છે ચેતના પટેલ.

વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અને સ્ત્રી સશક્તિકરણ સંકલ્પને પછાત ગણાતા અને ડુંગરાળ વિસ્તારના નાનકડા પરાંની ચેતના પટેલ નામની દિવ્યાંગ મહિલા સાર્થક કરી રહી છે. પોતાના હાથ બનાવટના અથાણાં અને પાપડનું મોટા પાયે વેચાણ કરી આ દિવ્યાંગ મહિલા આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી છે. અને અન્ય દિવ્યાંગોને પોતાના આત્મબળથી આત્મનિર્ભર બનવા માટે બળ પૂરું પાડી રહી છે. ત્યારે આ દિવ્યાંગ મહિલાને હિંમત અને કાર્યશૈલીને બિરદાવી જ રહી.

Next Video