બોટાદ: તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં યુવકની હત્યા, હોમગાર્ડ જવાન સહિત 7 સામે આરોપ

બોટાદના તાલુકા સેવા સદન ગ્રાઉન્ડમાં એક યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ સમયે દસ વર્ષ અગાઉ થયેલી જૂની હત્યાની અદાવતમાં અજાણ્યા ઈસમોએ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગઢડાના હોમગાર્ડ જવાન સહિત 7 શખ્સ સામે ગુનો નોંધાયો છે.

| Updated on: Nov 23, 2023 | 1:23 PM

બોટાદના તાલુકા સેવા સદન ગ્રાઉન્ડમાં એક યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. સિહોરના મફતનગરમાં રહેતા અને રિક્ષા ચલાવતા લક્ષ્મણ જોગારાણા મુદત ભરવા આવ્યો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. આ સમયે દસ વર્ષ અગાઉ થયેલી જૂની હત્યાની અદાવતમાં અજાણ્યા ઈસમોએ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

મહત્વનું છે કે બોટાદ પોલીસે મૃતદેહનેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી છે. ડીવાયએસપીએ અલગ-અલગ ટીમ બનાવીને હત્યારાને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગઢડાના હોમગાર્ડ જવાન સહિત 7 શખ્સ સામે ગુનો નોંધાયો છે. સરાજાહેરમાં છરીના ઘા ઝિંકીને યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો.

આ પણ વાંચો: બોટાદ સમાચાર: વૃદ્ધાને માર મારી કરી લૂંટ, ગણતરીના કલાકોમાં પોલીસે કરી ઘરપકડ

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો