India Corona Update: દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો, એક દિવસમાં નોંધાયા 68,362 કેસ અને 3,880 લોકોનાં મોત

|

Jun 14, 2021 | 8:58 AM

દેશમાં કોરોનાની બીજી લહેરનું સંક્રમણ ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. દેશમાં એક દિવસ દરમિયાન 68 હજાર 362 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 95 લાખને પાર પહોંચી ગઈ છે.

દેશમાં કોરોનાની (Corona) બીજી લહેરનું સંક્રમણ ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. દેશમાં એક દિવસ દરમિયાન 68 હજાર 362 કેસ (Case) નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 95 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે દેશમાં ગઈકાલે કોરોનાથી 3 હજાર 880 લોકો મોતને ભેટ્યા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 3 લાખ 74 હજાર 287 પર પહોંચ્યો છે.

ગઈકાલે એક જ દિવસમાં 1.13 લાખ દર્દી સાજા થઈને ઘરે ગયા છે. હાલ દેશમાં સૌથી વધુ સંક્રમણ તામીલનાડુમાં છે, જ્યાં એક દિવસમાં 14 હજાર કેસ નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 10 હજાર 442 કેસ નોંધાયા છે.

જો ગુજરાતને વાત કરીએ તો ગઇકાલે કોરોનાથી 28 જિલ્લામાં એકપણ મોત નહીં, જ્યારે 4 જિલ્લામાં શૂન્ય કેસ. કોરોનાની આ સ્થિતિ છે રાજ્યની. સરકારી આંકડા મુજબ હવે રાજ્યમાં કોરોના અંતિમ પડાવમાં છે. રાજ્યમાં નવા 455 કેસ નોંધાયા, જ્યારે માત્ર 6 દર્દીઓ કોરોના સામેનો જંગ હાર્યા.

રાજ્યમાં હવે 10 હજાર 249 જ એક્ટિવ કેસ છે, જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા 253 થઇ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 9 હજાર 997 પર પહોંચ્યો છે, તો સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 8 લાખને પાર પહોંચી છે, જ્યારે સાજા થવાનો દર વધીને 97.53 ટકા થયો છે.

Published On - 8:57 am, Mon, 14 June 21

Next Video