આગામી 2 દિવસ રાજ્યમાં ગરમી વધવાની આગાહી, આવતીકાલે 43થી 44 ડિગ્રી સુધી ગરમીનો પારો જાય તેવી શક્યતા

|

May 19, 2022 | 7:44 PM

રાજ્યના મોટા ભાગના શહેરોમાં હાલ કાળઝાળી ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે આગામી 2 દિવસ ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરી છે.

રાજ્યના મોટા ભાગના શહેરોમાં હાલ કાળઝાળી ગરમી (Heat) પડી રહી છે ત્યારે હવામાન વિભાગે આગામી 2 દિવસ ગરમીનું પ્રમાણ વધશે (heat will increase) તેવી આગાહી કરી છે. હવામાન વિભાગની આ આગાહી પ્રમાણે અણદાવાદ, ગાંધીનગર, પાટણ, ડીસા, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં છે. અમદાવાદમાં ગરમીને ધ્યાનમાં રાખીને અત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જાય તો અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સુકું હવામાન રહેશે તો હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં વરસાદ પડે તેવા કોઈ અણસાર જણાતા નથી.

લાઠી રોડ પર બે કારમાં આગ લાગી

અમરેલીના લાઠી રોડ પર બે કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. હુંડાઈ શોરૂમની બાજુમાં આવેલ ગેરેજમાં બે કારમાં આગ લગી હતી. આગની જાણ થતાની સાથે જ ફાયરની ટિમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ભીષણ આગમાં બંને કાર આગમાં બળીને થઈ ખાખ થઈ ગઈ હતી. મહત્વનું છે કે, હાલ આ આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે.

Published On - 7:38 pm, Thu, 19 May 22

Next Video