KUTCH : ઠંડા અને સૂકા પવન ફૂંકાતા લોકો ઠુંઠવાયા, નલિયામાં 2.5 ડિગ્રી તાપમાન નોંધાયું

|

Dec 18, 2021 | 9:29 PM

COLDWAVE IN GUJARAT : રાજ્યનું સૌથી ઠંડુ મથક નલિયામાં 2.5 ડિગ્રી તાપમાન સાથે ચાલુ સીઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતુ. ભુજમાં 10 ડિગ્રી તો કંડલામાં 12.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

KUTCH : સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ સીવીયર કોલ્ડ વેવની અસર જોવા મળી છે.કચ્છમાં ઠંડા અને સૂકા પવન ફૂંકાતા લોકો ઠુઠવાયા હતા. રાજ્યનું સૌથી ઠંડુ મથક નલિયામાં 2.5 ડિગ્રી તાપમાન સાથે ચાલુ સીઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતુ. ભુજમાં 10 ડિગ્રી તો કંડલામાં 12.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. તાપમાનનો પારો ઝડપથી ગગડતા વાતાવરણમાં ઠંડીનુ જોર વધ્યું હતુ અને લોકોએ ઠંડીથી બચવા ગરમ કપડા તેમજ તાપણાનો સહારો લીધો હતો. મહત્વનું છે કે આગામી 3 દિવસમાં સીવીયર કોલ્ડ વેવની અસર વધશે જેથી ઠંડીનો પારો વધુ ગગડે તેવી શક્યતા સેવાઈ છે.

હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી 3 દિવસ સુધી કડકડતી ઠંડીની ચેતવણી જાહેર કરી છે. કચ્છના નલિયામાં તાપમાનનો પારો ગગડ્યો છે. કચ્છનું નલિયા બે દિવસ પહેલા 4.6 ડિગ્રી અને આજે 2.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ ઉપરાંત ડીસામાં પણ પારો ગગડીને 13.8 ડિગ્રી અને ભુજમાં 14 ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજ્યના કુલ 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયુંહવામાન વિભાગે કચ્છમાં બે દિવસ માટે કોલ્ડવેવની ચેતવણી પણ જાહેર કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત અનેક શહેરમાં કોલ્ડવેવની અસરથી ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદમાં આગામી શુક્રવારથી રવિવાર સુધીમાં ઠંડીનો પારો 10 ડિગ્રી સુધી ગગડી શકે છે.

આ પણ વાંચો : GANDHINAGAR : હોલિસ્ટીક હેલ્થકેર – ફોકસ ઓન ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડીકલ ડિવાઇસીસ પર યોજાઇ પ્રિ-વાયબ્રન્ટ સમિટ

આ પણ વાંચો : MEHSANA : નવા વર્ષથી શરૂ થશે ઉદયપુર-ગુજરાત હાઈવે, જાણો શું છે આ હાઈવેની ખાસિયતો

Next Video