Rain Forecast: વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ રહેશે, જુઓ Video

| Edited By: | Updated on: Sep 12, 2023 | 9:39 PM

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરતમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે, ધોધમાર વરસાદ થવાની કોઈ શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરાઈ નથી. માત્ર છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે.

Rain Forecast : રાજ્યમાં હજુ પણ સારા વરસાદની (Rain) કોઈ શક્યતા નથી. ઓગસ્ટની જેમ સપ્ટેમ્બર મહિનો પણ કોરોધાકોર જાય તેવી શક્યતા છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરતમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો INDIAN COAST GUARD ADG કે. આર. સુરેશે ગાંધીનગર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ મુખ્યાલયની લીધી મુલાકાત

બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે, ધોધમાર વરસાદ થવાની કોઈ શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરાઈ નથી. માત્ર છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો