લોકરક્ષકની સીધી ભરતીમાં હવે વેઇટિંગ લિસ્ટ જાહેર કરાશે, મહત્તમ વય મર્યાદા વટાવી ચૂકેલા ઉમેદવારોને તક મળશે

|

May 14, 2022 | 11:38 AM

વર્ષ 2018-19ની લોકરક્ષકના વિવિધ સંવર્ગોની ભરતી મુદ્દે કરાયેલા નિર્ણય હેઠળ, હવે 20 ટકા વેઇટિંગ લિસ્ટ જાહેર કરાશે. આ વેઇટિંગ લિસ્ટ LRDની સીધી ભરતી સંદર્ભે ઓપરેટ થશે. આ નિર્ણયથી યુવા ઉમેદવારોને રોજગારીની તક મળશે.

વર્ષ 2018-19ની લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં હવે વેઇટિંગ લિસ્ટ જાહેર કરાશે. યુવાઓના હિતમાં રાજ્ય સરકારે એક મોટો અને મહત્વનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી વેઇટિંગ લિસ્ટના અભાવે અનેક ઉમેદવારોનું સરકારી નોકરીનું સપનુ રોળાતું હતું. જોકે સરકારે કરેલા મહત્વપૂર્ણ નિર્ણય બાદ હવે, મહત્તમ વય મર્યાદા વટાવી ચૂકેલા ઉમેદવારોને સરકારી સેવામાં જોડાવાની તક મળશે. રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય પર નજર કરીએ તો વર્ષ 2018-19ની લોકરક્ષકના વિવિધ સંવર્ગોની ભરતી મુદ્દે કરાયેલા નિર્ણય હેઠળ, હવે 20 ટકા વેઇટિંગ લિસ્ટ જાહેર કરાશે. આ વેઇટિંગ લિસ્ટ LRDની સીધી ભરતી સંદર્ભે ઓપરેટ થશે. આ નિર્ણયથી યુવા ઉમેદવારોને રોજગારીની તક મળશે, તો રાજ્યને સક્ષમ પોલીસ બળ મળશે. સરકારના આ નિર્ણયથી મહત્તમ વય મર્યાદા વટાવી ચૂકેલા ઉમેદરાવોને સરકારી સેવામાં જોડાવાની તક મળશે.પોલીસ દળમાં વધારાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ વધુ સુદ્રઢ બનશે.

ઉલ્લેખનીય છે કે 20 ટકા LRD વેઇટિંગ લિસ્ટની માંગ સાથે ચાલી રહેલાં આંદોલનના પગલે 22 એપ્રિલના રોજ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ LRD ઉમેદવારોની માંગ 20 ટકા LRD વેઇટિંગ લિસ્ટની માંગ સ્વિકારી લેતાં LRD આંદોલનનો અંત આવ્યો હતો. આ બાબતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયુ છે. રાજ્યના વિવિધ વિભાગોમાં પારદર્શિરીતે ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાઇ રહી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રીએ યુવાઓ માટે વર્ષ 2018-19 ની લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની જાહેરાત સંદર્ભે વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનો વધુ એક રોજગારી લક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી લોકરક્ષ દળની ભરતીમાં રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં 10 % ને બદલે હવે 20% પ્રતીક્ષાયાદી તૈયાર કરાશે.

Next Video