કડવા કે લેઉવા પાટીદાર વેપારી થઇ ગયો છે: Ex HM વિપુલ ચૌધરી

|

Mar 10, 2024 | 3:25 PM

મહેસાણાંમાં અર્બુદા સેવા સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિાન ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થાઓ પર આક્ષેપ કર્યા છે. પાટીદાર સંસ્થાઓ પર વિપુલ ચૌધરીએ પ્રહાર કર્યા છે. પાટીદાર સંસ્થામાં માત્ર રુપિયાનું મહત્વનું રહ્યુ છે, સેવાનું મહત્વ રહ્યુ નથી.

મહેસાણામાં અર્બુદા સેવા સમતિનિ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક પર પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થાઓ પર પ્રહાર કર્યા હતા. તેઓએ બેઠકમાં કહ્યુ હતુ કે, પાટીદાર સંસ્થાઓ ધનાઢ્યોની થઈ ચૂકી છે. સંસ્થાઓના બંધારણમાં જ લખ્યુ છે કે, જે દાન આપશે એ જ મંડળમાં રહી શકશે. અમારા બંધારણમાં અમારી પ્રાથમિક સેવા અને સંસ્કાર છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છીએ, અમારી એવી સમજણ છે કે, અમારી પાસે વધારે પૈસા નથી અને સમાજમાં વધારે કરોડપતિ લોકો નથી.

આ પણ વાંચો: IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં છગ્ગાઓનો વરસાદ, નોંધાયા 5 વિશ્વ વિક્રમ

પાટીદાર સમાજ પણ છેલ્લા એક બે દાયકાથી કરોડપતિઓ થયા છે. એક બે દાયકાથી ધન આવ્યુ હોય તો ધનનો પ્રવાહ આજે સમાજમાં વધારે છે. અથવાતો સેવાનો અથવા કાર્યકરોનો પ્રભાવ ઓછો છે. મહેસાણામાં અર્બુદા સેવા સમિતિની બેઠક વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

Next Video