ભાવનગર : જીવના જોખમે મુસાફરી કરતી વિદ્યાર્થીનીઓનો Video Viral

|

Mar 13, 2024 | 4:41 PM

ભાવનગર-તળાજા હાઈવે પર છકડો રીક્ષામાં જોખમી સવારીનો વીડિયો સામે આવ્યો છે. વિદ્યાર્થીનીઓ જીવના જોખમે મુસાફરી કરી રહી છે. દૃશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે છકડામાં વિદ્યાર્થીનીઓના બેસવાની પૂરતી વ્યવસ્થા પણ નથી. ત્યારે સતત આવી ઘટનાઓ સામે આવી રહી હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.

રાજ્યમાં ફરી એકવાર જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે. ભાવનગર-તળાજા હાઈવે પર છકડો રીક્ષામાં જોખમી સવારીનો વીડિયો સામે આવ્યો છે. વિદ્યાર્થીનીઓ જીવના જોખમે મુસાફરી કરી રહી છે. દૃશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે છકડામાં વિદ્યાર્થીનીઓના બેસવાની પૂરતી વ્યવસ્થા પણ નથી.

દીકરીઓને ભણવાની હોંશ છે, પરંતુ યોગ્ય પરિવહન વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીનીઓ છકડો રીક્ષામાં અપ-ડાઉન કરવા મજબૂર બને છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં બસની સુવિધાના અભાવે કેટલીક વિદ્યાર્થીનીઓ અજાણ્યા વાહનમાં મુસાફરી કરવા મજબૂર બની હતી અને છેડતીનો શિકાર બની હતી. ત્યારે સતત આવી ઘટનાઓ સામે આવી રહી હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.

(With Input : Ajit Gadhvi)

Next Video