Valsad : પાકિસ્તાન જિંદાબાદનું સ્ટેટસ મુકવું યુવકને ભારે પડ્યું, હિંદુસ્તાન જિંદાબાદના નારા સાથે માંગવી પડી માફી, જુઓ Video
પારનેરા ગામના સાહિલે સોશિયલ મીડિયા પર પાકિસ્તાન જિંદાબાદના નારા સાથે એક સ્ટેટસ મુક્યું હતું. વીડિયો વાયરલ થયા બાદ મામલો બિચક્યો હતો અને VHP સહિતના હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં હિન્દુ સંગઠનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી વીડિયો બનાવનાર શખ્સની ધરપકડની માગ કરી હતી. તેથી પોલીસે સાહિલની ધરપકડ કરી હતી અને હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવડાવી માફી મંગાવી હતી.
Valsad : વલસાડ જિલ્લાના પારનેરા ગામના એક યુવકને પાકિસ્તાન જિંદાબાદના ગીત સાથે સ્ટેટસ મુકવું ભારે પડ્યું છે. પાકિસ્તાન જિંદાબાદનો વીડિયો બનાવનાર સાહિલ નામના યુવકને હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવી માફી માગવી પડી છે. પારનેરા ગામના સાહિલે સોશિયલ મીડિયા પર પાકિસ્તાન જિંદાબાદના નારા સાથે એક સ્ટેટસ મુક્યું હતું.
આ પણ વાંચો Valsad: વાપીમાં યુવકના સ્ટંટનો વીડિયો વાયરલ, કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, જુઓ Video
વીડિયો વાયરલ થયા બાદ મામલો બિચક્યો હતો અને VHP સહિતના હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં હિન્દુ સંગઠનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી વીડિયો બનાવનાર શખ્સની ધરપકડની માગ કરી હતી. તેથી પોલીસે સાહિલની ધરપકડ કરી હતી અને હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવડાવી માફી મંગાવી હતી.
વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો