Vadodara: વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો, મગરનો ભય હોવાથી લોકોને રસ્તાનો ઉપયોગ ન કરવા સુચના

વડોદરામાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રીના પાણી વડસર-કોટેશ્વર ક્લ્વર્ટ ખાતેના રસ્તા પર ફરી વળ્યાં છે. જેના પગલે વહીવટી તંત્રએ કાંસા રેસિડેન્સીથી વડસર ગામ સુધીનો રસ્તો અવર-જવર માટે બંધ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 7:50 AM

વડોદરામાં વિશ્વામિત્રી નદીના (Vishwamitri River) જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રીના પાણી વડસર-કોટેશ્વર ક્લ્વર્ટ ખાતેના રસ્તા પર ફરી વળ્યાં છે. જેના પગલે વહીવટી તંત્રએ કાંસા રેસિડેન્સીથી વડસર ગામ સુધીનો રસ્તો અવર-જવર માટે બંધ કર્યો છે. વિશ્વામિત્રી નદીના પાણીની સાથે જ મગરો પર તણાઈ આવતા સ્થાનિકો પર જોખમ ઉભુ થયું છે. આ વિસ્તારમાં 500થી વધુ મકાનો અને કેટલાક ઝૂંપડા આવેલા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક પર સૂચના આપીને લોકોને રસ્તાનો ઉપયોગ ન કરવા જણાવાયું છે. જેથી કોઈ દુર્ઘટના ટાળી શકાય.

વડોદરાના વિવિધ વિસ્તારોમાં હજુ પાણી

સોમવારે મોડી રાત્રે પડેલા ભારે વરસાદને પગલે વડોદરાના અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. વડોદરાના વાઘોડીયા રોડ, આજવા રોડ સહિતના વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસ્યા છે. ખાસ કરીને વાઘોડીયા રોડ પર આવેલી રંગવાટિકા, સોનપુર અને સરદાર એસ્ટેટમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. તો વૃંદાવન ચાર રસ્તા, પ્રભાત રોડ, સૂર્ય નગર, પાણીગેટ, ઉમા ચાર રસ્તા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. તરસાલીમાં પણ આદર્શનગરમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">