Vadodara: અશાંતધારાના ભંગ સામે સ્થાનિકોનો જંગ, મકાન લઘુમતિ કોમના વ્યક્તિને વેચાતા વિવાદ વણસ્યો

|

Aug 29, 2022 | 7:45 PM

લોકોની રજૂઆત બાદ કલેક્ટરે પ્રાંત અધિકારી અને SP ને તપાસ કરી પઝેશન કેન્સલ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ મકાન પાછું મૂળ સ્થિતિમાં લાવવા અમલ કરવા પણ નિર્દેશ આપ્યો છે.

વડોદરાના (Vadodara) કારેલીબાગના તુલસીવાડીનું મકાન લઘુમતિ કોમના વ્યક્તિને વેચાતા વિવાદ સર્જાયો છે.શહેરમાં તુલસીવાડીના રામાપીર ચાલીના હીરાલાલ ખત્રીએ યુનુસ સુન્ની નામના વ્યક્તિને મકાન વેચ્યું હતુ. જેના વિરોધમાં રામાપીર ચાલીના લોકોએ અશાંતધારા મામલે કલેક્ટરને (Collector) આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. તેમની સાથે ભાજપના બંને કોર્પોરેટર (BJP) પણ ઉપસ્થિત રહ્યા.લોકોની રજૂઆત બાદ કલેક્ટરે પ્રાંત અધિકારી અને એસીપીને તપાસ કરી પઝેશન કેન્સલ કરવાનો આદેશ આપ્યો છે.સાથે જ મકાન પાછું મૂળ સ્થિતિમાં લાવવા અમલ કરવા પણ નિર્દેશ આપ્યો છે.

ભાજપના કોર્પોરેટરો પણ મેદાનમાં

સ્થાનિકો તેમજ ભાજપના કોર્પોરેટરોએ રજૂઆત કરી છે કે વધુ પૈસાની લાલચે મકાન વેચાય છે.હિન્દુનું એક મકાન ઉંચી કિંમતે લઇ અન્ય મકાનો નીચી કિંમતે લેવાય છે.લઘુમતિ કોમના (Minority Community)  કેટલાક લોકો આ મોડસ ઓપરેન્ડી અપનાવે છે. કોર્પોરેટરોએ જણાવ્યું કે જે મકાન વેચાયું છે તેમાં અશાંતધારાના નિયમોનો ઉલ્લંઘન કરાયો છે. નોટરાઇઝ કાગળ પર મકાનનું પઝેશન ટ્રાન્સફર (Property possession) થયું છે. આથી હાલ દસ્તાવેજ થવાનો કોઇ અવકાશ નથી. બીજી તરફ ગઇકાલે અશાંતધારા મુદ્દે રજૂઆત કરનાર મહિલાઓ સાથે પોલીસે (Vadodara Police)  ગેરવર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ થયો છે.

Next Video