Vadodara: કલાના નામે હિન્દુ દેવી-દેવતાઓના અપમાનનો મુદ્દો, ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સને તાળા મારી દેવાયા

|

May 06, 2022 | 4:26 PM

ડોદરામાં કળાના નામે હિન્દુ દેવી-દેવતાઓના અપમાનનો મુદ્દો વધુ વકર્યો છે. આ મુદ્દે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સને તાળા મારી દેવાયા છે.

Vadodara: વડોદરામાં કળાના નામે હિન્દુ દેવી-દેવતાઓના અપમાનનો મુદ્દો વધુ વકર્યો છે. આ મુદ્દે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સને (Faculty of Fine Arts) તાળા મારી દેવાયા છે. તો મુખ્ય પ્રવેશ દ્વાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ સોમવાર સુધી કોઇ પણ વ્યક્તિને ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાં પ્રવેશ ન આપવાની સૂચના આપી દેવાઈ છે. ઉપરાંત 6-7 મે એ વિદ્યાર્થીઓના ચિત્રોનું પ્રદર્શન હતું તે પણ મુલતવી રાખવામાં આવ્યું છે.

આ સમગ્ર મુદ્દે એમ.એસ યુનિવર્સિટીએ (MS university) ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરી છે. જેઓ તપાસ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. 9 સભ્યોની કમિટીમાં 4 ડીન, 1 સેનેટ સભ્ય, 2 સિન્ડિકેટ સભ્યોનો સમાવેશ કરાયો છે. કમિટીના કન્વિનર તરીકે ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીના ડીન સી.એન. મૂર્તિને જવાબદારી સોંપાઈ છે. કમિટીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, જે ચિત્રો મુદ્દે વિવાદ થયો છે તેવા ચિત્રો યુનિવર્સિટીમાં બન્યા જ નથી.

(with inputs from yunus Gazi)

Published On - 4:26 pm, Fri, 6 May 22

Next Video