Vadodara: મકરપુરામાં કેમિકલ ચોરી કૌભાંડનો પર્દાફાશ, તરસાલીના ધણીયાવી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા

|

May 13, 2022 | 1:54 PM

વડોદરાના મકરપુરા વિસ્તારમાંથી કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે દરોડા પાડી તરસાલીના ધનીયાવી ગામમાંથી 37.51 લાખનું કેમિકલ જપ્ત કર્યું હતું.

Vadodara: મકરપુરામાં કેમિકલ ચોરી કૌભાંડનો પર્દાફાશ, તરસાલીના ધણીયાવી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા
Chemical theft scam exposed

Follow us on

Vadodara: વડોદરાના મકરપુરા વિસ્તારમાંથી કેમિકલ ચોરીના કૌભાંડનો (Chemical theft scam) પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) બાતમીના આધારે દરોડા પાડી તરસાલીના ધનીયાવી ગામમાંથી 37.51 લાખનું કેમિકલ જપ્ત કર્યું હતું. 48.23 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 લોકોની ધરપકડ કરી સ્ટેટ મોનિટરિંગ સેલે આગળની તપાસ હાથ ધરી છે. આ કેમિકલ ચૌરી કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વાપીનો સંદીપ પટેલ હોવાનું સામે આવ્યું છે.

આ કેમિકલ ચોરી કૌભાંડ લાંબા સમયથી વ્યવસ્થિત રીતે ચાલતું હતું. હજીરાથી કેમિકલ ભરેલા ટેન્કરો ધનિયાવીમાં લાવી ડ્રાઈવર-ક્લિનરની મિલિભગતથી દરેક ટેન્કરમાંથી 200થી 300 લિટર કેમિકલની ચોરી કરવામાં આવતી હતી. દાઉદ સિંધીના ખેતરમાં કેમિકલ ભરેલ ટેન્કરો લાવીને ત્યારબાદ કેરબાઓમાં કેમિકલ કાઢી અન્ય સ્થળોએ રવાના કરવામાં આવતું હતું. આ ચોરીનું કેમિકલ અમદાવાદ મોકલવામાં આવતું હતું. 185 રૂપિયા લીટરના ભાવથી માર્કેટમાં વેચાતું કેમિકલ ચોરો 100 રૂપિયામાં વેચતા હતા.

મહત્વનું છે કે, આ કેમિકલની ચોરીમાં અનેક શખ્સો સંડાવાયેલા હોવાની આશંકા છે. આ વખતે ચોર્યા બાદ કેમિકલ વાપી GIDCમાં સંદીપ પટેલને પહોંચાડવાનું હતું. ઝડપાયેલા શખ્સોની પૂછપરછમાં નામ સામે આવતા સંદીપ પટેલ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યા છે.

Published On - 1:53 pm, Fri, 13 May 22

Next Video