દેશમાં જલ્દી જ રસીકરણમાં 100 કરોડ ડોઝનો આંકડો પાર થશે, મેડિકલ સ્ટાફને પ્રોત્સાહન મળી રહે તેવા કાર્યક્રમો થશે

|

Oct 20, 2021 | 8:42 PM

રસીકરણનો આંકડો 100 કરોડ ડોઝને પાર થશે ત્યારે ઉજવણી કરવામાં આવશે અને CHC અને PHC તથા અન્ય મેડિકલ સ્ટાફને પ્રોત્સાહન મળે તેવા કાર્યકર્મોનું આયોજન કરવામાં આવશે.

GANDHINAGAR : કોરોના સામેની જંગમાં રસી સૌથી મોટું હથિયાર માનવામાં આવી રહ્યું છે.ત્યારે ભારતમાં રસી આપવાનો આંકડો 100 કરોડ નજીક પહોંચ્યો છે.જલ્દી જ દેશમાં રસીકરણનો આંકડો 100 કરોડને પાર થવાનો છે, ત્યારે ગુજરાતમાં પણ રસીકરણની ઝડપી બનાવવામાં આવ્યું છે. રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, કઈ રીતે દેશમાં રસીકરણ અભિયાન સામે પડકાર હતા અને તેને પાર કરીને આજે દેશ વિશ્વવિક્રમ બનાવવા તરફ આગળ વધી રહ્યો છે.રસીકરણનો આંકડો 100 કરોડ ડોઝને પાર થશે ત્યારે ઉજવણી કરવામાં આવશે અને CHC અને PHC તથા અન્ય મેડિકલ સ્ટાફને પ્રોત્સાહન મળે તેવા કાર્યકર્મોનું આયોજન કરવામાં આવશે.

કોરોના રસીકરણ (Corona vaccination) અભિયાનમાં ભારતે વધુ એક સિદ્ધી પ્રાપ્ત કરી છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલા રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 99 કરોડ (99 crore doses)થી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ટૂંક સમયમાં દેશમાં 100 કરોડ રસીઓ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક પણ પ્રાપ્ત થશે. દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ( Mansukh Mandaviya)એ ટ્વિટ કર્યું કે આપણે  99 કરોડના આંકડા પર છીએ. તેમણે કહ્યું કે આપણે 100 કરોડ રસીઓના લક્ષ્યને પૂર્ણ કરવા માટે સતત આગળ વધી રહ્યા છીએ.

આ પણ વાંચો : રાજકોટમાં અતિવૃષ્ટીનો રિ-સર્વે કરવા કોંગ્રેસની માંગ, ધારાસભ્ય લલિત વસોયાએ પણ ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો : SURAT : ચંદની પડવાના પર્વ માટે તૈયારીઓ શરૂ, સુમુલ ડેરીનો 100 ટન ઘારી વેચવાનો ટાર્ગેટ

Published On - 8:39 pm, Wed, 20 October 21

Next Video