Weather: રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન માવઠાની આગાહી, વરસાદ સાથે વધી શકે છે ઠંડી

|

Dec 27, 2021 | 9:54 AM

ગુજરાતના ઘણા ભાગોમાં આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે. તો વરસાદને પગલે શીત લહેરોની સ્થિતિ વધુ તીવ્ર બનશે.

Weather Update: અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં રવિવારે ઠંડીનો પારો 1થી 2 ડિગ્રી ગગડ્યો છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી નીચું 13.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14થી 21 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલે કહ્યું કે, આગામી 3થી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડી વધી શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી છાંટા, ઝાપટાં પડી શકે છે. તો બીજીતરફ વાદળિયા વાતાવરણ અને પવનની ગતિ ઓછી રહેતાં ગઈકાલે વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ વધ્યું હતું, જેથી અમદાવાદ એરપોર્ટ પર ઊતરતી અને ઊપડતી ફલાઇટ 1થી 6 કલાક મોડી પડી હતી.

અમદાવાદમાં સવારે વિઝિબિલિટી ઘટીને 2 કિમીની રહેતાં અમદાવાદ એરપોર્ટ પર આવતી-જતી અમદાવાદ-દિલ્હી, અમદાવાદ-રાંચી, અમદાવાદ-ગોવા, દિલ્હી-અમદાવાદ, દુબઈ-અમદાવાદ ફ્લાઇટ સહિત 10 ફ્લાઇટ મોડી પડી હતી.

 

આ પણ વાંચો: CMની સરપ્રાઇઝ વિઝિટ: CM ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારે અચાનક ગાંધીનગર સિવિલ પહોંચતા સ્ટાફ હરકતમાં

આ પણ વાંચો: હેડ ક્લાર્ક પેપર લીકના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે, કુલ 12 આરોપીઓના રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે

Next Video