Ahmedabad: અમદાવાદ બનશે ‘સ્પોર્ટ્સ સિટી’, આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ભૂમિપૂજન

|

May 29, 2022 | 6:14 PM

આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના (Union HM Amit Shah ) હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ભૂમિપૂજન કાર્યક્રમમાં કેન્દ્રીય રમતગમત પ્રધાન પણ હાજર રહ્યા હતા.

Ahmedabad: આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના (Union HM Amit Shah) હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ભૂમિપૂજન કાર્યક્રમમાં કેન્દ્રીય રમતગમત પ્રધાન પણ હાજર રહ્યા હતા. નારણપુરામાં બનશે 631.77 કરોડના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 20.39 એકર જમીનમાં નિર્માણ પામનારા અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સના ખાતમુહૂર્ત પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્યો, પદાધિકારીઓ, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વકક્ષાના આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર તરફથી ગુજરાત સરકારને ગ્રાન્ટ આપવામાં આવશે. જેને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવશે.

મહત્વનું છે કે, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 300 લોકો રહી શકે તેવી વ્યવસ્થા છે. આ સાથે ટેબલ ટેનિસ, કબડ્ડી, યોગ, વોલીબોલ, બેડમિન્ટન, ટેક્વાન્ડો સહિતના અલગ-અલગ પ્રકારના રમત રમી શકાય તેવા મેદાન તૈયાર કરાશે. આખા પ્રોજેક્ટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ રહેશે. 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે એવું પાર્કિગ બનાવાશે. ખેલાડીઓ અને પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા રહે એના માટે શહેરની વચ્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે.

Next Video