અમદાવાદ : AGL કંપનીમાં IT ના દરોડા યથાવત, 400 કરોડના વધુ બિનહિસાબી વ્યવહારો મળ્યા

|

May 31, 2022 | 10:18 AM

IT તપાસમાં વધુ 50 લાખ રોકડા મળ્યા છે.અધિકારીઓએ શોધી કાઢેલા 25 બેંક લૉકર સીઝ કરી દેવાયા છે. જેની તપાસ આગામી દિવસોમાં કરવામાં આવશે.

AGL કંપનીમાં આવકવેરા વિભાગે (Income tax department) પાડેલા દરોડા દરમિયાન 400 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. ઈન્કમટેક્સ વિભાગે AGL કંપનીના સંચાલકો અને ફાઈનાન્સરોના (Financier)  40 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. 5 દિવસમાં ચાલી રહેલા દરોડામાં અધિકારીઓને (IT Officers) ગ્રૂપના 400 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારોની વિગતો મળી છે. જ્યારે તપાસમાં વધુ 50 લાખ રોકડા મળ્યા છે.અધિકારીઓએ શોધી કાઢેલા 25 બેંક લૉકર સીઝ કરી દેવાયા છે. જેની તપાસ આગામી દિવસોમાં કરવામાં આવશે.

ઓશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના વ્યવહારો પર IT  નજર

મહત્વનું છે કે દેશની સૌથી મોટી ટાઈલ્સ અને સિરામિક્સ બનાવતી કંપની એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના(AGL)  વ્યવહારો પર છેલ્લા ઘણા સમયથી ઈન્કમટેક્સ વિભાગની વૉચ હતી. તેમના વ્યવહારોની વિગતો અંગે અધિકારીઓએ પૂરતું હોમવર્ક કરી લીધા બાદ દરોડા પાડીને સર્ચની કામગીરી શરૂ કરી હતી.પૂરતા સુરક્ષા બંદોબસ્ત સાથે અધિકારીઓ કમલેશ પટેલ, મુકેશ પટેલ, સુરેશ પટેલ, ભાવેશ પટેલના નિવાસસ્થાન અને ઓફિસો પર ત્રાટક્યા હતા.

આઈટી વિભાગે કંપનીના ફાઈનાન્સર્સ સંકેત શાહ, રૂચિત શાહ, દીપક શાહ અને મહિલા ફાઈનાન્સર સેજલ શાહના ઘરે તથા ઓફિસ પર સર્ચ કર્યું હતું.જેમાં મળેલા 400 કરોડના બિનહિસાબી વ્યવહારોમાં સંચાલકોએ જુદા-જુદા નામે લીધેલી પ્રોપર્ટી, જમીનો અને અન્ય મિલકતોની વિગતો મળી છે.હાલ આઈટી વિભાગે આ મામલે તપાસ તેજ કરી છે.

Next Video