Ahmedabad : ચિરિપાલ ગ્રૂપને ત્યાં આઈટીનો સપાટો, 800 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા

|

Jul 28, 2022 | 11:11 AM

તપાસ દરમિયાન અત્યાર સુધી 25 કરોડ રોકડા તેમજ 15 કરોડની જ્વલેરી મળી આવ્યા છે. આ સિવાય 20 બેન્ક લોકર અને મોટાપ્રમાણમાં ડિજિટલ ડેટા મળ્યો છે. અઠવાડિયા અગાઉ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે (IT) ટેક્સટાઇલ, પેકેજિંગ, કેમિકલ અને સોલાર સાથે સંકળાયેલા ચિરિપાલ ગ્રૂપ પર દરોડા પાડ્યા હતા.

ચિરિપાલ ગ્રૂપને ત્યાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. આઈટી વિભાગે ચિરિપાલ ગ્રૂપ (Chiripal groups)ના અમદાવાદ સહિત રાજ્યના 45 સ્થળે દરોડા પાડ્યા છે. જેમાં 800 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. તપાસ દરમિયાન અત્યાર સુધી 25 કરોડ રોકડા તેમજ 15 કરોડની જ્વલેરી મળી આવ્યા છે. આ સિવાય 20 બેન્ક લોકર અને મોટાપ્રમાણમાં ડિજિટલ ડેટા મળ્યો છે. અઠવાડિયા અગાઉ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે (IT) ટેક્સટાઇલ, પેકેજિંગ, કેમિકલ અને સોલાર સાથે સંકળાયેલા ચિરિપાલ ગ્રૂપ પર દરોડા પાડ્યા હતા.

9 દિવસ ચાલેલી તપાસ કામગીરીમાં અધિકારીઓએ ફેકટરી, બંગ્લોઝ, ઓફિસ અને કર્મચારીઓના કેટલાક ઠેકાણે તપાસ કરી હતી. જેમાં અનેક પ્રકારના ડોક્યુમેન્ટ, માલનો સ્ટોક વગેરે મળી આવ્યા હતા. જેનું સતત એક અઠવાડિયા સુધી સ્કેનિંગ ચાલ્યું હતું. ઓફિસના કમ્પ્યૂટર, લેપટોપ વગેરે પણ સ્કેન કરાયા હતા. જેના આધારે અધિકારીઓએ રૂપિયા 800 કરોડના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢયા હતા. આ ઉપરાંત અધિકારીઓને મળેલા ડિજિટલ દસ્તાવેજોને FSLના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે.

તપાસ સાથે સંકળાયેલાં સૂત્રો કહે છે કે જે ડોક્યુમેન્ટ મળ્યા છે તેમાં કેટલાક વ્યવહારો અન્ડર બિલિંગ છે. ખાસ કરીને જે ધંધાકીય સેલ છે તેમાં અન્ડર બિલિંગ કરાયું છે. જેટલામાં માલ વેચાયો તેનું બિલિંગ ઓછી રકમનું કરવામાં આવ્યું છે. જેથી ટેક્સ ઓછો ભરવો પડે. તપાસમાં ગ્રુપના રીઅલ એસ્ટેટના રોકાણો પણ બિનહિસાબી મળી આવ્યા હતા. અધિકારીઓ કહે છે કે અનેક સોદા બતાવાયા નથી. હવે તેઓ ચકાસી રહ્યા છે કે આ રોકાણો કોના નામે છે. હવે કાર્યવાહી બેનામી મિલકતની ખરીદી તરફ જઈ શકે છે. અગાઉ 20 લોકર સિઝ કરાયા હતા જે હવે 2-3 દિવસમાં ઓપરેટ કરાશે. અત્યાર સુધી રોકડ અ્ને જ્વેલરી મળી કુલ 40 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો છે. રોકડ બેન્કમાં જમા કરી દેવાઈ છે. હવે લોકરમાંથી શું નીકળે છે તેના પર સૌની નજર છે.​​​​

Next Video