TV9ના સ્ટીંગ ઓપરેશનમાં તંત્રની પોલ ખુલી, ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ છતાં ધુમ વેચાણ

|

Jan 04, 2023 | 6:39 PM

.TV9ના સ્ટીંગ ઓપરેશનમાં તંત્રની પોલ ખૂલી છે.શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ મોતની દોરી વેચાઇ રહી છે. ફક્ત 200-250 રૂપિયામાં આ મોતનો સામાન મળી રહ્યો છે. વેપારીઓ કોઇ પણ જાતના ડર કે કાયદાની બીક વગર વેચી રહ્યા છે મોતની દોરી  એટલું જ નહીં જેટલી જોઇએ એટલી દોરી અને એ પણ જથ્થાબંધ ભાવમાં ઉપલબ્ધ હોવાનો પણ કરી રહ્યા છે

ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ છે.પરંતુ અમદાવાદ શહેરમાં આ પ્રતિબંધ અને કાયદો ફક્ત કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. કેમકે અમદાવાદમાં જીવલેણ ચાઇનીઝ દોરીનું થઇ રહ્યું છે ધૂમ વેચાણ.તંત્ર પ્રતિબંધના તો દાવાઓ કરે છે પરંતુ આ દાવાઓ વચ્ચે બેરોકટોક વેચાઇ રહી છે ચાઇનીઝ દોરી.TV9ના સ્ટીંગ ઓપરેશનમાં તંત્રની પોલ ખૂલી છે.શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ મોતની દોરી વેચાઇ રહી છે. ફક્ત 200-250 રૂપિયામાં આ મોતનો સામાન મળી રહ્યો છે. વેપારીઓ કોઇ પણ જાતના ડર કે કાયદાની બીક વગર વેચી રહ્યા છે મોતની દોરી  એટલું જ નહીં જેટલી જોઇએ એટલી દોરી અને એ પણ જથ્થાબંધ ભાવમાં ઉપલબ્ધ હોવાનો પણ કરી રહ્યા છે

ટીવી નાઇનની ટીમે અન્ય વિસ્તારોમાં પણ સ્ટીંગ ઓપરેશન કર્યું તો ત્યાં પણ ચાઇનીઝ દોરી વેચાતી હોવાનું સામે આવ્યું. તંત્ર કડક કાર્યવાહીની વાતો કરે છે પરંતુ અહીં તો ખરીદી માટે આવતા લોકોને ચાઇનીઝ દોરી માટે વેપારીઓ સામેથી બોલાવે છે. ટીવી નાઇનની ટીમે રેકડી પર પતંગ અને દોરી વેચતા એક વેપારી પાસે પડતાલ કરી. આ વેપારી પાસે હાજર સ્ટોકમાં ચાઇનીઝ દોરી નહોતી. પરંતુ તેમણે ચાઇનીઝ દોરી મંગાવી આપવાની ખાતરી આપી.

મહત્વનું છે કે ચાઇનીઝ દોરીને કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. ત્યારે જે રીતે બેરોકટોક ચાઇનીઝ દોરી વેચાઇ રહી છે તેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે.પ્રતિબંધ છતાં બજારમાં આખરે કેમ વેચાય છે ચાઇનીઝ દોરી ? પ્રતિબંધ દોરી વેપારીઓ સુધી કેવી રીતે પહોંચી જાય છે ? ખુલ્લેઆમ વેચાતી ચાઇનીઝ દોરી કેમ પોલીસની નજરે નથી પડતી ? TV9ના કેમેરામાં ચાઇનીઝ દોરીના વેપારી કેદ થયા છે ત્યારે શું પોલીસ કાર્યવાહી કરશે ? બજારોમાં બુમો પાડીને ગ્રાહકોને બોલાવતા વેપારીઓને કેમ નથી પોલીસનો ડર ? શું પોલીસને ખબર છે અમદાવાદમાં રૂ.250માં ચાઇનીઝ ફીરકીઓ વેચાય છે ? સૌથી મહત્વનો સવાલ એ છે કે જોઇએ તેટલો ચાઇનીઝ દોરીનો જથ્થો વેપારીઓ ક્યાંથી લાવે છે ?

Next Video