Dang: ભારે વરસાદને પગલે સાપુતારા ઘાટ માર્ગ પર ભેખડ ધસી પડવાની ઘટના, પોલીસ વિભાગે તાત્કાલિક વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો

|

Sep 16, 2022 | 5:26 PM

ભારે વરસાદને પગલે ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. સાપુતારા ઘાટ માર્ગ પર આ ભેખડ ધસી હતી. જેને પગલે વાહન વ્યવહારને અસર થઈ હતી.

Dang: ભારે વરસાદને પગલે ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. સાપુતારા ઘાટ માર્ગ પર આ ભેખડ ધસી હતી. જેને પગલે વાહન વ્યવહારને અસર થઈ હતી. માર્ગ ઉપર પડેલ ભેખડ અને માટી ખસેડવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. સાપુતારા પોલીસ વિભાગે તાત્કાલિક વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો.

ભારે વરસાદ બાદ ગીરા ધોધનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું

સહ્યાદ્રીનું નામ તમે સાંભળ્યું જ હશે. સહ્યાદ્રીનો અર્થ થાય છે કે “સારું કરનાર પર્વત”. ડાંગ આ પર્વતોથી ઘેરાયેલા છે. ગીરા ધોધ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો છે. સહ્યાદ્રીના પહાડોમાં કોતરાયેલા ઝરણાં અને જંગલનું અખૂટ સૌંદર્ય જોઈને લાગે છે કે કુદરતે ડાંગને તમામ સુંદરતા આપી છે. અહીં પર્વતથી ખીણો તરફ વહેતા ધોધ મનોહર લાગે છે. ડાંગમાં નાના-મોટા સહિત કુલ 50 ધોધ આવેલા છે. ગીરા ધોધ વાઘાઈથી માત્ર 4 કિલોમીટર દૂર છે. વઘઈથી સાપુતારા તરફ જતા રસ્તે વધુ 2 કિમી આગળ જતાં તેઓ અંબિકા નદીના કિનારે ધોધ નજરે પડે છે. તમે રેતી અને પથ્થરના કિનારામાંથી પસાર થઈને ગીર ધોધની નજીક પહોંચો છો ત્યારે તમે ધોધનો અવાજ સાંભળી શકો છો.

Next Video