OMICRON : ગુજરાતના 8 જિલ્લામાં ઓમિક્રોનના કેસ નોંધાયા, અત્યાર સુધીમાં કુલ 13 કેસ થયા

|

Dec 19, 2021 | 10:16 PM

OMICRON IN GUJARAT : રાજ્યમાં અત્યાર સુધી કુલ 13 ઓમિક્રૉનના કેસ નોંધાયા છે. જેમાં રાજકોટમાં 1, સુરતમાં 2, અમદાવાદમાં 2 કેસ, જામનગરમાં 3, વડોદરામાં 2 કેસ ગાંધીનગર, મહેસાણા અને આણંદમાં 1-1 કેસ નોધાયો છે.

GUJARAT : રાજ્યમાં ઓમિક્રૉનનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રૉનના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં બે અને રાજકોટમાં 1 દર્દી ઓમિક્રૉન સંક્રમિત થયા છે. આ તમામ દર્દીઓ તાન્ઝાનિયાથી આવ્યા છે. તાન્ઝાનિયાથી અમદાવાદ ઓપરેશન માટે આવેલા પતિ-પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તોરાજકોટમાં તાન્ઝાનિયાથી આવેલા 23 વર્ષના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 13 ઓમિક્રૉનના કેસ નોંધાયા છે. જેમાં રાજકોટમાં 1, સુરતમાં 2, અમદાવાદમાં 2 કેસ, જામનગરમાં 3, વડોદરામાં 2 કેસ ગાંધીનગર, મહેસાણા અને આણંદમાં 1-1 કેસ નોધાયો છે.

રાજકોટમાં આજે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. ઓમિક્રોન વેરિઅન્ટનો રાજકોટની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો તાન્ઝાનિયાનો યુવક ઓમિક્રોન સંક્રમિત થયો છે. વિદ્યાર્થીને પંડિત દીનદયાલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે જિલ્લામાં ઓમિક્રોનનો આ પ્રથમ કેસ છે. કલેક્ટરે જણાવ્યું કે વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે. ગુજરાતમાં નવા કેસ મળી આવતા, ભારતમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 152 થઈ ગયા છે.

ગઈકાલે 18 ડિસેમ્બરે રાજ્યમાં ઓમિક્રોનના 3 નવા કેસ આવ્યાં હતા.છે.બ્રિટનથી આવેલ બે પુરૂષો અને યુએઈથી આવેલા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.રાજ્યમાં ગઈકાલે નોંધાયેલા 3 નવા કેસ ગાંધીનગર કોર્પોરેશન, સુરત મહાનગરપાલિકા અને આણંદ શહેરી વિસ્તારની હદમાં નોંધાયા હતા.

આ પણ વાંચો : VADODARA : સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજના બાળ રોગ ચિકિત્સા વિભાગને રાજ્યમાં શ્રેષ્ઠ બાળ ચિકિત્સા વિભાગનું સન્માન મળ્યું

આ પણ વાંચો : GSSSB હેડક્લાર્કનું પેપર લીક થવાના કેસમાં પ્રિન્ટીંગ પ્રેસના સુપરવાઈઝર સહીત વધુ 3 આરોપીઓની ધરપકડ

 

Published On - 10:13 pm, Sun, 19 December 21

Next Video