Bharuch : લઠ્ઠાકાંડથી તંત્ર સફાળું જાગ્યું !!! 350 કેમિકલ કંપનીઓમાં હાથ ધરી તપાસ

|

Jul 28, 2022 | 12:04 PM

ભરૂચ જિલ્લા પોલીસના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર બોટાદ લઠ્ઠાકાંડની ઘટનામાં મિથેનોલનું ઉત્પાદન અને ઉપયોગ કરતી કેમિકલ કંપની શંકાના દાયરામાં છે. કંપનીની સ્ટોક અંગેની નિષ્કાળજીના પરિણામે ગંભીર ઘટના પરિણામી છે .

બોટાદ જિલ્લાના બરવાળામાં ઝેરી દારૂકાંડે (Hooch Tragedy) 40 થી વધુ લોકોનો ભોગ લેનાર કેમિકલયુક્ત ઝેરી દારૂએ સરકારને દોડતી કરી દીધી છે.અમદાવાદમાં બરવાળામાં કેમિકલ સપ્લાય કરનારી કંપની પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી Amos કંપનીમાં મિથેનોલ કેમિકલ સ્ટોકની ગણતરી શરૂ કરાવીહતી. આ સમગ્ર કેસમાં Amos કંપનીના સુપરવાઈઝર મિથેનોલ કેમિકલ વેચ્યુ હતુ.આ ઘટના બાદ મીથોનોલનું ઉત્પાદન અને વેચાણ કરતી કંપનીઓ માટે કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લો દેશનો સૌથી મોટી કેમિકલ મેન્યુફેક્ચરર છેજ્યાં 350 થી વધુ ઉદ્યોગો મિથેનોલનું ઉત્પાદન અને ઉપયોગ કરે છે ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ત્રણ ટીમોએ મિથેનોલના સ્ટોક અને હેરફેરની પ્રક્રિયાની તપાસ શરૂ કરી છે.

 તંત્રએ કડક નિયમો જાહેર કર્યા

ભરૂચ જિલ્લા પોલીસના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર બોટાદ લઠ્ઠાકાંડની ઘટનામાં મિથેનોલનું ઉત્પાદન અને ઉપયોગ કરતી કેમિકલ કંપની શંકાના દાયરામાં છે. કંપનીની સ્ટોક અંગેની નિષ્કાળજીના પરિણામે ગંભીર ઘટના પરિણામી છે . આ બાદ સફળ જાગેલા તંત્રએ કડક નિયમો જાહેર કર્યા છે. દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટરમાં પોલીસ એક્શનમાં આવી છે. ભરૂચ જિલ્લા પોલીસે કેમિકલ કંપનીઓમાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર , પાનોલી , ઝગડીયા, વાગરા , વિલાયત અને દહેજ સહિતની જીઆઈડીસીઓમાં સેંકડો કેમિકલ કંપનીઓ આવેલી છે. આ પૈકી ભરૂચ જિલ્લામાં 350 થી વધુ ઉદ્યોગો મિથેનોલનો ઉપયોગ કરે છે અથવા તેનું ઉત્પાદન કરે છે. ભરૂચ સ્થિત જીએનએફસી કંપની રાજ્યમાં મિથેનોલની સૌથી મોટી ઉત્પાદક છે.

 

 

ઉદ્યોગોએ મિથેનોલનું સ્ટોક પત્રક બનાવવું પડશે

જિલ્લાના કેમિકલ ઉદ્યોગોને ભરૂચ પોલીસે જણાવી દીધું છે કે હવે આ ઉદ્યોગોએ મિથેનોલનું સ્ટોક પત્રક બનાવવું પડશે. મિથેનોલની પ્લાન્ટમાં હેરફેરની કામગીરી જવાબદાર અધિકારીની દેખરેખ હેઠળ જ કરવાની રહેશે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ત્રણ ટીમને જવાબદારી સોંપાઈ છે. એસઓજી ના પોલીસ ઇન્સ્પેકટર વી બી કોઠીયા , સબ ઇન્સ્પેકટર એમ એમ રાઠોડ અને સબ ઇન્સ્પેકટર એમ આર સકુરિયાની આગેવાનીમાં ત્રણ ટીમોઔદ્યોગિક વસાહતોને ધમરોળી રહી છે.આ ટીમ ગમે ત્યારે કંપનીમાં પહોંચી સ્ટોકનું સરપ્રાઈઝ ચેકીંગ કરશે. આ ઉપરાંત ઉદ્યોગોને જણાવાયું છે કે કેમિકલની ચોરી જેવા બનાવોની તરત પોલીસને જાણ કરવા સૂચના આપી દેવાઈ છે. ઉદ્યોગોએ પણ નિયમોનું તુરંત પાલન શરૂ કારવાઈ દીધું છે.

 

Published On - 9:47 am, Thu, 28 July 22

Next Video