રાજ્યમાં આગામી 2 દિવસ રહેશે સાર્વત્રિક વરસાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

|

Jul 14, 2022 | 8:12 AM

રાજ્યમાં આગામી 2 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે, વોલમાર્ક લો પ્રેશર હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં આગામી 2 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ (rainy weather) રહેશે. 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે, વોલમાર્ક લો પ્રેશર હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. આજના દિવસની વાત કરીએ તો, જૂનાગઢ, ગીરસોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યાારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં યલો એલર્ટ અપાયું છે. રાજ્યમાં 14 અને 15 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યા છે. 14 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ છે. જ્યારે 15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ,અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આ આગાહીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વિટ કરીને અમરેલીમાં બે દિવસ શાળા-કોલેજો બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી. દરમિયાન અમરેલીમાં આજે પણ ભારે વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં પૂર આવ્યા છે તો ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં વરસાદ પડતા બજારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ધંધાર્થીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

Published On - 7:59 am, Thu, 14 July 22

Next Video