આવતીકાલે ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવશે, સવારે 10 વાગ્યે જાહેર થશે પરિણામ

|

May 11, 2022 | 3:45 PM

આવતીકાલે ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવશે. સવારે 10 વાગ્યે પરિણામ જાહેર થશે. આવતીકાલે સવારે 10 વાગ્યે પરિણામ જાહેર થશે. આ ઉપરાંત આવતીકાલે ગુજકેટ-2022નું પરિણામ પણ જાહેર થશે. બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે.

માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ (STD 12 science) ની બોર્ડ પરીક્ષાનું આવતીકાલે પરિણામ (result) જાહેર કરવામાં આવશે. આ પરિણામ સવારે 10 વાગ્યે પ્રસિદ્ધ કરાશે. આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani) એ ટ્વીટ કરીને માહિતી આપી હતી. આ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર જોઇ શકાશે. શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12 સાયન્સના પેપર ચેકિંગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે..ઉલ્લેખનીય છે કે, કુલ 1 લાખ 8 હજાર વિદ્યાર્થીઓએ 12 સાયન્સની પરીક્ષા આપી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે કે માર્ચ/એપ્રિલ-૨૦૨૨ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધો.12 (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2022નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર તા.12-05-2022 ના રોજ સવારના 10.00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન: ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ (પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

 


2021માં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે 2022માં માર્ચ એપ્રિલમાં બોર્ડની પરીક્ષા યોજવામાં આવી હતી. દોઢ બે વર્ષના ઓનલાઈન શિક્ષણ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓએ 28 એપ્રિલે બોર્ડની પરીક્ષા આપી હતી.

Published On - 2:02 pm, Wed, 11 May 22

Next Video