કારમાં કે બગીમાં નહીં પણ બળદગાડામાં જોડાઈ જાન, બળદોને દેશી ભરત કામથી શણગારાયા, જુઓ VIDEO

|

May 11, 2022 | 7:24 PM

લગ્નપ્રસંગે આજકાલ વરરાજા મોંઘીદાટ કાર, વિકટોરિયા ગાડી, વિન્ટેજ કારમાં સવાર થવાનું પસંદ કરતા હોય છે. સાવરકુંડલાના નાની વડાળ ગામના વરરાજા છે. જે બળદગાડામાં સવાર થઈને વિજપડી પરણવા પહોંચ્યા હતા.

Bhavnagar: લગ્નપ્રસંગે આજકાલ વરરાજા મોંઘીદાટ કાર, વિકટોરિયા ગાડી, વિન્ટેજ કારમાં સવાર થવાનું પસંદ કરતા હોય છે. તો કેટલાક વરરાજા તો હેલિકોપ્ટરમાં સવાર થઈને પણ પરણવા પહોંચતા હોય છે. પરંતુ સાવરકુંડલાના નાની વડાળ ગામના વરરાજા છે. જે બળદગાડામાં સવાર થઈને વિજપડી પરણવા પહોંચ્યા હતા. સુરત સ્થિત મિકેનીકલ એન્જીનિયરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા વરરાજા નિકુંજ આંબલીયાની જાન બળદગાડામાં (Bullock carts) નીકળતા જાન આકર્ષણનું કેન્દ્ર બની હતી. જાન આગળ ઘોડેસવારી કરીને લગ્નમંડપ સુધી જાન પહોંચી હતી. અનોખી જાન કન્યાપક્ષનું વિજપડી ગામ જોતું રહ્યું હતું. દેશી ભરત કામથી બળદોને શણગારાયેલા 32 બળદગાડામાં જાન નીકળી હતી. બળદગાડામાં જાનૈયાઓ લગ્નગીતો ગાતા હતા. આંબલીયા પરિવારના સભ્યોએ એક મહિના પહેલાથી જ બળદગાડાને શણગારવાની તૈયારીઓ શરૂ કરી હતી.

મહત્વનું છે કે, વર્ષો પહેલા લગ્નપ્રસંગે જાન બળદગાડામાં સવાર થઈને જ નીકળતી. પરંતુ, વાહનોના આગમન બાદ ધીમે ધીમે બળદગાડાની પરંપરા લુપ્ત થઈ ગઈ હતી. ત્યારે મોટી ઉંમરના લોકોને તો આ જાન નિહાળી પોતાના સમયમાં નીકળતી જાનની યાદ તાજી થઈ હતી.

ભાવનગરથી વાયા બોટાદ સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન ક્યારે પાટે ચઢશે?

ભાવનગર, બોટાદ અને ધંધુકા માટે અતિ આવશ્યક એવી ભાવનગર વાયા બોટાદ બ્રોડગેજ લાઈન ફિટ થઈ ગઈ છતાં ઇન્ટરસિટી સહિતની ટ્રેનો શરૂ ન થતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ભાવનગરમાં જીતુ વાઘાણી રાજ્ય સરકારમાં અને મનસુખ મંડવીયા કેન્દ્રસરકારના કેબિનેટ મંત્રી છે. ભારતીબેન શિયાળ ભાજપના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

ત્યારે સ્વાભાવિક છે કે, પોતાના વિસ્તારના લોકોને પોતાના વિસ્તારમાં અસુવિધા દૂર થાય અને સુવિધા મળે તેવી અપેક્ષા હોય પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બોટાદથી અમદાવાદ સુધીનું બ્રોડગેજનું તમામ કામ પૂર્ણ થઈ ગયેલ છે. માત્ર નેતાઓને સમય નથી લોકાર્પણ કરવાનો તેની રાહે ટ્રેનો શરૂ થવાની અટકેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા રેલવેમાં લોકોને આવન જાવનમાં સરળતા રહે સમય બચે તે માટે દેશમાં અનેક મીટર ગેજ લાઈનને બ્રોડગેજ લાઈનમાં રૂપાત્રિત કરવામાં આવી રહી છેં. ત્યારે ભાવનગરને કનેક્ટ થતી ઢસા જેતલસર લાઈન બ્રોડગેજ કરવામાં આવી રહી છેં. અને ભાવનગર વાયા બોટાદ સાબરમતી સુધીની બ્રોડગેજ લાઈનને મીટર ગેજ માંથી બ્રોડગેજ લાઈનમાં ફેરવવામાં આવેલ છે.

Next Video