Tapi: ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો, ઘોડાપૂરને કારણે ખેતરો પણ બન્યા જળમગ્ન, જુઓ VIDEO

|

Jul 14, 2022 | 12:29 PM

તાપીના આંબાપાણી ગામમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. પૂર્ણાં નદીમાં ઘોડાપૂરને કારણે ભારે તારાજી સર્જાઇ છે. ઘોડાપૂરને કારણે અનેક ગામના ખેતરો જળમગ્ન બન્યાં છે. તો ખેતરોમાં નદીના પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે.

Tapi: તાપીના આંબાપાણી ગામમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. પૂર્ણાં નદીમાં ઘોડાપૂરને કારણે ભારે તારાજી સર્જાઇ છે. ઘોડાપૂરને કારણે અનેક ગામના ખેતરો જળમગ્ન બન્યાં છે. તો ખેતરોમાં નદીના પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે. ખેડૂતોનો ઉભો પાક તણાયો છે. એટલું જ નહીં પૂરના પાણીમાં અનેક ઘરો તણાયા છે. જેને લઇ લોકો ઘર વિહોણા બન્યાં છે. અનેક વૃક્ષો રસ્તા વચ્ચે ધરાશાયી થયા છે. જેને લઇ રસ્તા બંધ કરવા પડ્યાં છે. રસ્તા બંધ થતાં અનેક ગામનો સંપર્ક પણ કપાયો છે.

રાજ્યમાં આગામી 2 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ (rainy weather) રહેશે. 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે, વોલમાર્ક લો પ્રેશર હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. આજના દિવસની વાત કરીએ તો, જૂનાગઢ, ગીરસોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યાારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં યલો એલર્ટ અપાયું છે. રાજ્યમાં 14 અને 15 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યા છે. 14 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ છે. જ્યારે 15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

Published On - 11:46 am, Thu, 14 July 22

Next Video