Surendranagar: ઉનાળામાં પાણીની તંગી વચ્ચે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ, પાણીની લાઇનમાં થયું ભંગાણ

|

May 18, 2022 | 8:45 PM

સુરેન્દ્રનગરમાં પાણીની તંગી વચ્ચે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. જોરાવરનગર મેઇન રોડ પર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું.

Surendranagar: સુરેન્દ્રનગરમાં પાણીની તંગી (Water shortage) વચ્ચે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. જોરાવરનગર મેઇન રોડ પર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે પાણીનો બગાડ થયો છે. સુરેન્દ્રનગર, દુધરેજ અને વઢવાણ સંયુક્ત નગરપાલિકાની છેલ્લા બે દિવસથી પીવાના પાણીની લાઇન લીકેજ છે. છતાં પાલિકા તરફથી કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા લોકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. એક તરફ છેવાડાના વિસ્તારમાં લોકોને પીવાનું પાણી મળતું નથી અને લોકોને પીવાના પાણી રઝળપાટ કરવો પડી રહ્યો છે. ત્યારે અહીંયા પાણીનો બગાડ થઈ રહ્યો હોવાની વાત સામે આવી હતી.

અમેરિકાના રહેવાસી ગુજરાતીએ સ્વખર્ચે 120 લોકોને કરાવી ચારધામ યાત્રા

ઘણા લોકો વિદેશમાં(NRI)  રહેવા છતાં વતનના લોકોની સેવા અચૂક કરતા હોય છે, ત્યારે અમેરિકામાં રહેતા એક પરિવારે સ્વખર્ચે વતનના 120 લોકોને ચારધામની યાત્રા કરાવી છે. વાત છે ઝીંઝુવાડાના વતની ઘનશ્યામસિંહ ઝાલાની. જેઓ અમેરિકામાં સ્થાયી છે છતાં પોતાના ખર્ચે વતનના લોકોની સેવા કરી રહ્યા છે. આ 120 લોકો અમદાવાદ રેલવે સ્ટેશનેથી ચારધામની યાત્રાએ જવા રવાના થયા હતા. પ્રમુખ સ્વામી મહારાજની પુણ્ય જ્યંતીને લઈ ઘનશ્યામસિંહ દ્વારા આ સેવા કરવામાં આવી. આમ વિદેશમાં રહેવા છતાં ગુજરાતી પરિવારે પોતાના લોકોની ચિંતા કરી અને સૌને ચારધામની યાત્રા કરાવી રહ્યા છે. તો યાત્રાએ જનારા સૌ કોઈના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો.

Next Video