Ahmedabad: જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સ્થળોની મુલાકાત લીધી

|

Dec 22, 2022 | 10:13 AM

હિરોશી સુઝુકીની મુલાકાત દરમ્યાન ભારતમાં જાપાન દુતાવાસના આર્થિક અને વિકાસ મંત્રી ક્યોકો હોકુગો, મદદનીશ નિયામક યુકી ટોકુડા સહિતના જાપાનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ અને મુંબઇ વચ્ચેના દેશના સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હવે બુલેટ ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે ભારતમાં જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે NHSRCLના મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાથે મુલાકાત કરી કામગીરી અંગે જાણકારી મેળવી. હિરોશી સુઝુકીએ સુરત અને નવસારી જિલ્લામાં નિર્માણાધીન HSR સ્ટેશન, કાસ્ટિંગ યાર્ડ અને પૂર્ણા નદીની મુલાકાત લીધી હતી. તેમણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ નિહાળી આનંદ વ્યક્ત કર્યો.સાથે જ કોરિડોર પર ચાલી રહેલા બાંધકામની પણ પ્રશંસા કરી હતી. હિરોશી સુઝુકીની મુલાકાત દરમ્યાન ભારતમાં જાપાન દુતાવાસના આર્થિક અને વિકાસ મંત્રી ક્યોકો હોકુગો, મદદનીશ નિયામક યુકી ટોકુડા સહિતના જાપાનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

અઢી માસ અગાઉ અશ્વિની વૈષ્ણવે પણ કરી હતી પ્રોજેક્ટની સમીક્ષા

ગુજરાતમાં મેટ્રો ટ્રેન અને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મહત્વનો પ્રોજેક્ટ માનવામાં આવ્યો છે જે પ્રોજેક્ટને લઈને પૂરજોશ કામગીરી ચાલી રહી છે તેમજ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ સતત આ પ્રોજેક્ટનું નિરીક્ષણ અને સમીક્ષા કરી રહ્યા છે આવી જ રીતે ગુજરાતમાં ઓકટોબર માસમાં પ્રવાસે  અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મહત્વની જાહેરાત કરી હતી તેઓએ ગુજરાત યુનિવર્સિટીના એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે 92 કિલોમીટર માં આણંદ વડોદરા નવસારી વચ્ચે ઊભા કરી દેવાયા છે. જ્યારે 2026 માં પહેલી બુલેટ ટ્રેન દોડાવવાનો પણ નિર્ધાર કરાયો છે. જે નિર્ધાર ને લઈને બુલેટ ટ્રેન વિભાગ દ્વારા અને સરકાર દ્વારા પ્રોજેક્ટની જોશ કામગીરી ચલાવવામાં આવી રહી છે.

Published On - 7:42 am, Thu, 22 December 22

Next Video