સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળતા સુરતના વિકાસને વેગ મળશે. તો સુરતમાં આર્થિક ગતિવિધીઓને પણ વધુ વેગ મળશે.
આ પણ વાંચો સુરત વીડિયો : ગુજરાતી શાનદાર સંસ્કૃતિની કલાકૃતિઓની ઝાંખી કરાવતાં એરપોર્ટ ટર્મિનલની જુઓ ઝલક
ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગને કારણે સુરત વિશ્વભરમાં પ્રખ્યાત છે. વડાપ્રધાન મોદી 17 ડિસ્મેબરે એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘટાન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ ‘સુરત ડાયમંડ બુર્સ’ને ખૂલ્લું મૂકશે. સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું ‘સુરત ડાયમંડ બુર્સ’ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે.
Published On - 8:23 pm, Fri, 15 December 23