Patan: ચાણસ્મામાં ભારે પવન સાથે વાવાઝોડું, હવામાં ઉડતા દુકાનના શેડના દ્રશ્ય CCTVમાં થયા કેદ

|

May 03, 2022 | 5:04 PM

રાજ્યમાં લોકો હાલ કાળજાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે પાટણના ચાણસ્મામાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. થોડી જ ક્ષણ માટે ફૂંકાયેલ વાવાઝોડાથી નુકસાન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

Patan: રાજ્યમાં લોકો હાલ કાળજાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની આગાહી છે. ત્યારે પાટણના ચાણસ્મામાં ભારે પવન સાથે વાવાઝોડું (Strong winds) ફૂંકાયું હતું. થોડી જ ક્ષણ માટે ફૂંકાયેલ વાવાઝોડાથી નુકસાન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પવન સાથે વાવાઝોડાથી દૂકાનોના પતરા અને શેડ પણ ઉડી ગયા હતા. વાવાઝોડાથી દુકાન પરનો શેડ હવામાં ઉડી ગયો હતો. ભારે પવનથી દુકાન પરના પતરાંનો ભારે વજનવાળો શેડ હવામાં ઉડીને દૂર પડ્યો હતો જેનો હાલ વીડિયો પણ સામે આવ્યો છે. મહત્વનું છે કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ હોવાના સમાચાર સામે આવ્યા નથી. કાળજાળ ગરમી અને કપરા તાપ વચ્ચે ભારે પવન ફૂંકાતા લોકોને શેકાયા હતા. ભારે પવનથી હવામાં ઉડતા દુકાનના શેડના દ્રશ્ય CCTVમાં થયા કેદ થયા હતા. હાલ આ વીડિયો સામે આવ્યો છે.

પાટણના પ્રોફેસરે પ્રાપ્ત કરી એક નવી સિદ્ધિ

પાટણના પ્રોફેસરે બટાટામાંથી બાયોપ્લાસ્ટીકનુ સંશોધન કરીને એક નવી સિદ્ધી પ્રાપ્ત કરી છે. તેટલું જ નહિ હવે આ પ્રોજેકટને સ્વરુપ આપવાની તૈયારીઓ પણ શરુ થઇ ગઇ છે. બટાટાના સ્ટાર્ચમાંથી કેમીકલ દ્વાર ઝડપથી નાશ પામનાર બાયોપ્લાસ્ટીકના સંશોધનથી ન માત્ર પર્યાવરણ જ શુદ્ધ બનશે પરંતુ સાથે સાથે ખેડૂતો અને ખેતીને પણ અનેક ફાયદા થશે. આ સંશોધનથી પ્રદૂષણમાં ઘટાડો થશે.

પ્લાસ્ટિકનું નામ સાંભળતા જ પર્યાવરણ, આરોગ્ય અને ધરતી પર વધતા ગ્લોબલવોર્મિંગની આડઅસરો સામે આવી જાય છે. પ્લાસ્ટિકથી ન માત્ર જનજીવન કે જીવસૃષ્ટિ પર અસર પડી રહી છે, પરંતુ સૌથી મોટી અસર પર્યાવરણ પર રહી છે જેની અનેક ઘટનાઓનો સામનો આજે આપણે કરી રહ્યા છીએ. પરંતુ હવે એક નવા પ્લાસ્ટિકના સંશોધનની તૈયારીઓ શરુ થઇ ગઇ છે. પાટણની HNG યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના પ્રોફેસર ડો.આશિષ પટેલે બટાટામાંથી બાયોપ્લાસ્ટીકના સંશોધનનુ રીસર્ચ કરીને એક નવી સિદ્ધી પ્રાપ્ત કરી છે. બટાટાના સ્ટાર્ચમાંથી જરુરી કેમીકલના પ્રોસેસીંગ બાદ તેમાંથી બાયોપ્લીસ્ટીક બનશે.

Next Video