Junagadh: જૂનાગઢના લોકો રખડતા ઢોરથી (Stray cattle) ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જૂનાગઢ મહાનરપાલિકા રખડતા ઢોર પકડવામાં કોઈ અસરકારક પગલા ન લેતી હોવાનો રહિશોનો આક્ષેપ છે. શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ત્યારે ઝાંઝરડા ગામમાં વધુ ચાર બાઇકચાલકને રખડતા ઢોરે અડફેટે લેધા હોવાની ઘટના સામે આવી છે. જેમાંથી એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. હાલ આ ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
અમરેલીના જાફરાબાદના બાબરકોટ ગામ નજીક સિંહણનો આતંક જોવા મળ્યો છે. કુલ ત્રણ વ્યક્તિ ઉપર સિંહણના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. વનવિભાગના ટ્રેકર બાદ SRDના બે જવાનો ઉપર સિંહણે હુમલો કર્યો હતો. જોકે એક SRD જવાને લાકડી વડે સિંહણનો સામનો કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. હાલ એક SRD જવાન રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સિંહણને ભેદી બીમારી હોવાની આશંકા છે. વનવિભાગે પાંજરા ગોઠવી સિંહણને પકડવા કવાયત શરૂ કરી છે.
Published On - 1:16 pm, Sun, 17 July 22