સોખડા હરિધામ મંદિરના વિવાદ હજુ પણ યથાવત, સમાધાન માટેની બે બેઠકો થઈ છતાં નિર્ણય આવ્યો નથી

| Edited By: | Updated on: May 12, 2022 | 4:12 PM

બેઠકમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી સાથે જ સિનિયર વકીલો સુધિર નાણાવટી અને ચિત્રજીત ઉપાધ્યાય હાજર રહ્યા હતા.

હરિધામ સોખડા  (Haridham Sokhada) ) મંદિરના વિવાદ હજુ પણ યથાવત જ છે જેમા ગુજરાત હાઇકોર્ટના સમાધાનના સૂચન બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન અંગે બે બેઠકો મળી પરંતુ આ બંને બેઠકમાં સમાધાન થયું નથી. બન્ને સંતો વચ્ચે સમાધાન અંગે બેઠક (meeting) માં ચર્ચા કરવામાં આવી છે. આજની બેઠકની વાત કરીયે તો બોમ્બ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એમ.એસ.શાહની અધ્યક્ષતામાં હાઇકોર્ટના મીડિયેશન રૂમમાં બેઠક થઈ હતી બેઠકમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી સાથે જ સિનિયર વકીલો સુધિર નાણાવટી અને ચિત્રજીત ઉપાધ્યાય હાજર રહ્યા હતા. પ્રબોધસ્વામી તરફથી સમાધાન અંગેના અનેક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા. જ્યારે પ્રેમસ્વરૂપ સ્વામી સમગ્ર મામલે આગામી 25 મે ના રોજ સમાધાનના મુદ્દા રજૂ કરવામાં આવશે.

આ સમગ્ર બેઠકમા જે ચર્ચાઓ થઈ તેને અત્યંત ગુપ્ત રાખવામા આવશે. નોંધનીય છે કે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે સોખડા હરિધામ મંદિરના ગાદી ને લઈને વિવાદ ચાલી રહ્યો છે જ્યારે પ્રેમસ્વરૂપ સ્વામીએ ગેરકાયદેસર રીતે સાધુ-સંતો અને હરિભક્તોને ગોંધી રાખ્યા હોવાના આક્ષેપ સાથે હેબિયર્સ કોપર્સની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અને ત્યારબાદ હાઈકોર્ટ દ્વારાં વચગાળાનો હુક્મ આપીને બન્ને પક્ષને સમાધાન માટે હકારાત્મક વલણ રાખવા નિર્દેશ કર્યો હતો.

આ અગાઉ સુધીર નાણાવટી અને ચિત્રજીત ઉપાધ્યાયની હાજરીમાં પહેલી બેઠક યોજાઈ હતી. હાઇકોર્ટના મીડિયેશન સેન્ટરમાં આ બેઠક મળી હતી. બેઠકમાં પ્રબોધ સ્વામી દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી હતી. પ્રબોધ સ્વામીએ મુકેલી શરતોમાં પ્રેમસ્વરૂપ સ્વામીએ સ્વીકારવાની તૈયારીઓ પણ દર્શાવી હતી. પ્રબોધ સ્વામીએ મુકેલી શરતોમાં જે પગલા ટ્રસ્ટ માટે લેવાયા છે તે પાછા ખેંચવામાં આવે અને ગુરુની હાજરીમાં જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ ફરી રાખવામાં આવે તેવું જણાવાયું હતું.