નવસારીમાંથી મળેલાં ચરસના પેકેટની તપાસમાં SOGએ ઝંપલાવ્યું, આરોપી મહિલાનો કબજો લઈ 4 દિવસના રિમાન્ડ મેળવ્યાં

|

May 14, 2022 | 12:17 PM

શિતલ આંટી ચરસ પેડલર તરીકે નિરવ પટેલ માટે કામ કરતી હતી. પોલીસે હિમાચલથી ફરાર નીરવ પટેલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

નવસારીના જલાલપોરના ધર્મનંદન એપાર્ટમેન્ટમાંથી મળેલા ચરસ ભરેલા પાર્સલની તપાસ હવે SOG કરશે. જલાલપોર પોલીસ પાસેથી તપાસ આંચકી SOGને સોંપવામાં આવી છે. SOGએ ટ્રાન્સફર વોરન્ટથી આરોપી શિતલ આંટીનો કબજો મેળવ્યો છે. પોલીસે આરોપી શિતલના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપી શિતલને ચરસ દિલ્હીની  આરતી ચૌહાણ નામની યુવતી પહોંચાડતી હોવાનો ખુલાસો થયો છે. શિતલ આંટી ચરસ પેડલર તરીકે નિરવ પટેલ માટે કામ કરતી હતી. પોલીસે હિમાચલથી ફરાર નીરવ પટેલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોસ્ટમાં શિતલ આંટી ઉર્ફે શાંતા સાંગાણીના નામેના નામે આવેલ પાર્સલમાંથી 80 ગ્રામ ચરસ મળ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલ મહિનામાં સુરતના ડુમસ રોડ પરથી માતા-પુત્ર ચરસના જથ્થા સાથે ઝડપાયા હતા. ત્યાર બાદ નવસારી ખાતે આવેલા તેના ઘર પર તપાસ કરાઈ હતી. પોલીસની તપાસમાં દોઢ કિલો જેટલા ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ આ મહિલાના ઘર પર કુરિયરમાં એક પાર્સલ આવતા તેમાં પણ ડ્રગ્સ હોવાની આશંકાથી તેનો કબજો લઈ તેમાં તપાસ કરવામાં આવતાંઆ શંકા સાચી સાબિત થઈ હતી. તપાસમાં એલસીબી અને જલાલપોર પોલીસને પાર્સલમાંથી 85 ગ્રામ ચરસ મળી આવ્યું હતું જેના પગલે પોલીસે ફરિયાદી બની ગુનો નોધ્યો હતો. ત્યાર બાદ આ કેસમાં જલલપોર પોલીસ તપાસ કરી રહી હતી. જોકે હવે આ તપાસ જલાલપોર પોલીસ પાસેથી લઈને SOGએ સોંપી દેવામાં આવી છે અને SOGએ ટ્રાન્સફર વોરંટથી મહિલાનો કબજો મેળવ્યો હતો.

Published On - 11:16 am, Sat, 14 May 22

Next Video