Vadodara: માદક પદાર્થનું સેવન કરતા યુવકોનો મુદ્દો, SOGએ ગોરવાના એજાઝ ખત્રીની કરી ધરપકડ, 4 કિલો ગાંજા સહિત નશાનો મુદ્દામાલ કરાયો જપ્ત

|

Sep 04, 2022 | 2:51 PM

વડોદરામાં માદક પદાર્થનું સેવન કરતા યુવકોના વાયરલ વીડિયોનું ગોરવા કનેક્શન સામે આવ્યું છે. SOGએ નશાનો વેપાર કરતા ગોરવાના એજાઝ ખત્રીની ધરપકડ કરી છે.

Vadodara: વડોદરામાં માદક પદાર્થનું સેવન કરતા યુવકોના વાયરલ વીડિયોનું ગોરવા કનેક્શન સામે આવ્યું છે. SOGએ નશાનો વેપાર કરતા ગોરવાના એજાઝ ખત્રીની ધરપકડ કરી છે. સાથે જ 4 કિલો ગાંજા સહિત નશાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી એજાઝ ખત્રી છોટાઉદેપુરના ક્વાંટથી કમા નામના શખ્સ પાસેથી ગાંજો લાવતો હતો અને ત્યારબાદ પડીકી બનાવી યુવાધનને બરબાદ કરતો હતો. મહત્વનું છે કે, વડોદરામાં ત્રણ દિવસ પહેલા યુવકો માદક પર્દાર્થનું સેવન કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. જેથી SOGએ વીડિયોમાં દેખાતા યુવકો પૈકી 5ની પૂછપરછ કરી હતી. જેમાં યુવકોએ એજાઝ ખત્રી નામની શખ્સ પાસેથી માદક પદાર્થ લાવ્યાં હોવાની કબૂલાત કરી હતી.

રખડતા ઢોરે બાઇક સવાર પરિવાર પર કર્યો હુમલો

વડોદરામાં રખડતા ઢોરનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. ગાજરાવાડીના કાળકા માતાના મંદિર પાસે રખડતા ઢોરે એક બાઇક પર સવાર પરિવાર પર હુમલો કર્યો છે. વાડી વિસ્તારમાં રહેતો પરિવાર ગણપતિના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, જેમાં પતિ અને પત્ની ઇજાગ્રસ્ત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો તેમના 7 વર્ષના પુત્રનો બચાવ થયો છે.

Next Video