Surat: દિવાળી પહેલા મિઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, 14 દુકાનોમાંથી લેવાયા ઘારીના સેમ્પલ

|

Oct 07, 2022 | 2:20 PM

દિવાળી પહેલા મિઠાઈની દુકાનોમાં મનપાના આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરની 14 દુકાનોમાંથી ઘારીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ચંદી પડવો અને દિવાળીના તહેવાર પહેલા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Surat: દિવાળી પહેલા મિઠાઈની દુકાનોમાં મનપાના (Surat Municipal Corporation) આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરની 14 દુકાનોમાંથી ઘારીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ચંદી પડવો અને દિવાળીના તહેવાર પહેલા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ગઈકાલે પણ આ કાર્યવાહિ કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગે શહેરના તમામ ઝોનમાં વિવિધ ટીમો બનાવી, જાણીતા મીઠાઇ અને ફરસાણના ઉત્પાદકોની દુકાનો પર તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની ટીમોએ તપાસ સાથે કેટલીક મીઠાઇઓના સેમ્પલ પણ લીધા હતા. અને લેબ તપાસ માટે મોકલી આપ્યા હતા. આ મીઠાઇના સેમ્પલ જો નેટેગિટ આવશે તો વેપારીઓ સામે આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે. ઓછી મહેનતે વધુ કમાઇ લેવાની લ્હાયમાં કેટલાક વેપારીઓ નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. ત્યારે આરોગ્ય વિભાગની કાર્યવાહી મહત્વની છે. જોકે આજે લીધેલા સેમ્પલનો રિપોર્ટ 5 દિવસ બાદ આવશે.

Next Video