Surat માં સિંધી હેલપિંગ હેન્ડ દ્વારા નવતર પ્રયોગ, વેક્સીન લેતા પહેલા કરો બ્લડ ડોનેશન

|

May 05, 2021 | 2:40 PM

સુરતના રાંદેર વિસ્તારની સંસ્થા સિંધી હેલપિંગ હેન્ડ દ્વારા બ્લડ ડોનેશન તેમજ પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. યુવાનો વેક્સીન લેવા જતા પહેલા લોહી ડોનેટ કરે છે.

કોરોનાને નાથવા ભારતમાં 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે સુરતમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સુરતના રાંદેર વિસ્તારની સંસ્થા સિંધી હેલપિંગ હેન્ડ દ્વારા બ્લડ ડોનેશન તેમજ પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. યુવાનો વેક્સીન લેવા જતા પહેલા લોહી ડોનેટ કરે છે. કારણ કે, વેક્સીન લીધા બાદ 28 દિવસ સુધી લોહી ડોનેટ કરી શકાતું નથી એટલે યુવાનો પહેલા લોહી ડોનેટ કરે છે. ત્યારબાદ ત્રણ દિવસ બાદ રસી પણ લઈ રહ્યા છે, જેથી લોહીની અછત રહે નહીં.

સુરતમાં આ બ્લડ ડોનેટ કેમ્પ સિંધી હેલપિંગ હેન્ડ નામની સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થાનો હેતું છે કે, જો 18 વર્ષથી ઉપરના લોકો રસી મુકાવશે તો તે લોહી ડોનેટ નહીં કરી શકે અને લોહીની અછત પડશે. તેના કારણે અન્ય રોગના દર્દી જેવા કે, થેલેસેમીયા, ડાયાલીસીસ કરાવતા દર્દીઓને લોહી નહીં મળે જેથી લોહીની અછત ન સર્જાય તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

Next Video