DANG : વર્ષોથી ખ્રિસ્તી ધર્મ અપનાવનાર 70 પરિવારોએ વૈદિક દિક્ષા લઇને ફરી હિંદુ ધર્મ અપનાવ્યો

|

Dec 31, 2021 | 7:28 PM

DANG : પાંઢરમાળ ગામે મૂળ હિંદુ પરંતુ વર્ષોથી ખ્રિસ્તી ધર્મ અપનાવનાર 70 પરિવારોએ વૈદિક દિક્ષા લઇને ફરી હિંદુ ધર્મ અપનાવ્યો છે અને હવન પૂજા પણ કરી.

છેલ્લાં પાંચ વર્ષથી અગ્નિવીર (Agniveer)સંસ્થા દ્વારા જંગલ વિસ્તારમાં વસતા વનવાસી લોકોને સનાતન ધર્મ અને સંસ્કૃતિ અંગે માહિતી આપવામાં આવી રહી છે.

DANG : ડાંગ જિલ્લામાં 40 ટકાથી વધુ આદિવાસી લોકોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો.ત્યારે હવે ફરી તેઓ હિંદુ ધર્મ તરફ વળી રહ્યાં છે. આજે સુબિર તાલુકાના પાંઢરમાળ ગામે મૂળ હિંદુ પરંતુ વર્ષોથી ખ્રિસ્તી ધર્મ અપનાવનાર 70 પરિવારોએ વૈદિક દિક્ષા લઇને ફરી હિંદુ ધર્મ અપનાવ્યો છે અને હવન પૂજા પણ કરી.

છેલ્લાં પાંચ વર્ષથી અગ્નિવીર (Agniveer)સંસ્થા દ્વારા જંગલ વિસ્તારમાં વસતા વનવાસી લોકોને સનાતન ધર્મ અને સંસ્કૃતિ અંગે માહિતી આપવામાં આવી રહી છે.ભજન, પૂજન અને હવનો કરીને હિંદુધર્મનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે.આ સંસ્થાના સ્વયંસેવકોના અથાગ પ્રયાસને પગલે છેલ્લાં પાંચ વર્ષમાં પાંચ હજારથી વધુ લોકોએ ફરી હિંદુ ધર્મ અપનાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે 4 દિવસ પહેલાં જ સાપુતારામાં 251 જેટલા દંપત્તિઓને ફરી હિંદુ ધર્મ અંગીકાર કરવવામાં આવ્યો હતો. 25 ડિસેમ્બરે નાતાલના દિવસે આ 251 જેટલા દંપત્તિઓને ખ્રિસ્તી મિશનરી દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું, પણ તેના બીજા જ દિવસે આ 251 જેટલા દંપત્તિઓની ફરી હિંદુ ધર્મમાં વાપસી કરાવવામાં આવી હતી.

સાપુતારાના તવલેગીરી નાગેશ્વર મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સનાતન ધર્મ પરિષદના અધ્યક્ષ યોગેશદાસ બાપુ અને કેન્દ્રીય સહ મંત્રી ધર્મેન્દ્રજી ભવાની, દક્ષિણ ગુજરાત પ્રાંત, તેમજ યશોદા દીદીના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં વીએચપીના રાષ્ટ્રીય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી 251 જેટલા જોડાઓને ફરી તુલસી પુંજન સાથે સંસ્કૃતિ દીક્ષા હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરાવવામાં આવી હતી.

આ પણ વાંચો : PANCHMAHAL : સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી 28 લાખની છેતરપિંડી, 2 મહિલા સહીત 4 આરોપીઓની ધરપકડ

Next Video