Ahmedabad : ઉર્જા વિભાગના કથિત ભરતી કૌભાંડ મુદ્દે કોંગ્રેસે સરકાર પર લગાવ્યા આ ગંભીર આક્ષેપો

|

Jan 04, 2022 | 5:28 PM

રાજ્યની ભાજપ સરકારના આ પ્રકારના સમાચારનું કોઇ મહત્વ રહ્યું નથી. તેમજ આવા કૌભાંડ હવામાન વિભાગની આગાહી જેવા બની ગયા છે જે દરરોજ જોવા મળે છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષામાં ભરતી કૌભાંડની સ્યાહી હજુ સુકાઈ નથી. ત્યાં ઉર્જા વિભાગની ભરતીઓને લઈ નવા આક્ષેપ થયા છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે કહ્યું કે ગુજરાતના લાખો બેરોજગાર યુવાનોની મશ્કરી સરકારે બંધ કરવી જોઈએ. કૌભાંડમાં દર વખતે નાની માછલીઓ પકડાય છે અને મોટા માથા બચી જાય છે.

ત્યારે સરકારે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યની ભાજપ સરકારના આ પ્રકારના સમાચારનું કોઇ મહત્વ રહ્યું નથી. તેમજ આવા કૌભાંડ હવામાન વિભાગની આગાહી જેવા બની ગયા છે જે દરરોજ જોવા મળે છે.

આ ઉપરાંત આજે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી આજે બેકફૂટ પર જોવા મળ્યા હતા. જેમાં તેમણે વિપક્ષ પર કોઇ આક્ષેપ કરવાના બદલે તેમની સરકારમાં આ પ્રકારના ભ્રષરકહર નો સ્વીકાર કર્યો હતો. તેમજ દર વખતે જ્યારે યુવરાજની સિંહ કૌભાંડ લાગે ત્યારે પહેલા ના પાડે અને ત્યાર બાદ તપાસ કરવી પડે છે. તેના બદલે આ વખતે વાતને સ્વીકારીને તપાસના આદેશ આપ્યા છે.

રાજ્યના ઉર્જા વિભાગમાં કથિત ભરતી કૌભાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આ કથિત ભરતી કૌભાંડ અંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સંજ્ઞાન લઈને તપાસના આદેશ આપ્યા છે. જો કે સમાચાર એ પણ મળી રહ્યાં છે કે હજી 2 દિવસ સુધી આ પરીક્ષા યથાવત રાખવામાં આવશે અને સાથે સાથે આક્ષેપો પર પણ તપાસ થશે.

આ પણ વાંચો : Rajkot: કાપડ બાદ ફૂટવેરના વેપારીઓએ ચડાવી બાંયો, GST દરના વધારાનો કર્યો વિરોધ

આ પણ વાંચો :  GANDHINAGAR : કથિત ભરતી કૌભાંડ મુદ્દે મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Published On - 5:14 pm, Tue, 4 January 22

Next Video