મહીસાગરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના, શાળાના આચાર્યએ શિક્ષિકાની કરી છેડતી

મહીસાગરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના, શાળાના આચાર્યએ શિક્ષિકાની કરી છેડતી

| Updated on: Oct 29, 2023 | 5:16 PM

બાલાસિનોરના તળાવ દરવાજા પ્રાથમિક શાળાના આચાર્ય અબુબકર શેખે શિક્ષિકા સાથે શારીરિક અડપલા કર્યા હતા. જે બાદ બાલાસિનોર પોલીસ સ્ટેશને આચાર્ય અબુબકર શેખ વિરૂદ્ધ છેડતી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે તાજેતરમાં જ આ પ્રકારની બે ઘટનાઓ સામે આવતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

મહીસાગરમાં શિક્ષણ જગતને શર્મશાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બાલાસિનોરના તળાવ દરવાજા પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષિકાની છેડતી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આચાર્ય અબુબકર શેખે શિક્ષિકા સાથે શારીરિક અડપલા કર્યા હતા. જે બાદ બાલાસિનોર પોલીસ સ્ટેશને આચાર્ય અબુબકર શેખ વિરૂદ્ધ છેડતી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આચાર્ય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો Mahisagar Video: લુણાવાડાના ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં યુવાનની હત્યા, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા મહિસાગરમાં એક શાળાના આચાર્યએ પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના હજુ તો શાંત પડી નથી. ત્યાં વધુ એક આવી જ ઘટના સામે આવી છે. બાલાસિનોરના તળાવ દરવાજા પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષિકાની છેડતી કરી છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે તાજેતરમાં જ આ પ્રકારની બે ઘટનાઓ સામે આવતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો