સાબરડેરીના ડિરેક્ટરે ચૂંટણી બાદ કર્યા ગંભીર આક્ષેપો, પગથિયાંમાં બેસી નોંધાવ્યો વિરોધ

|

Mar 19, 2024 | 7:01 PM

સાબરડેરીના સત્તાધીશો સામે ખુદ ડિરેક્ટરે જ આક્ષેપો કર્યા છે. સાબરડેરીની મુખ્ય ઓફિસના પગથિયાંમાં બેસી જઈને ડિરેક્ટરે વિરોધ દર્શાવીને આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીના ડિરેક્ટર જશુ પટેલે મંગળવારે સાંજે વિરોધ પ્રદર્શન કરીને સાબરડેરી સામે આક્ષેપો કર્યા હતા.

સાબરડેરીની સામાન્ય ચૂંટણી હાલમાં જ સમાપ્ત થઈ છે. જેમાં 16 માથી 15 ડિરેક્ટર્સ બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. જ્યારે માલપુર બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીની પૂર્વ ડિરેક્ટર ફરી એકવાર ચૂંટાઇ આવ્યા હતા. વિજયી થયાના દશ દિવસનો પણ સમય પૂર્ણ થયો નથી ત્યાં ડિરેક્ટરે સાબરડેરીના સત્તાધિશો સામે સવાલો કરી દીધા હતા.

આ પણ વાંચો: નેશનલ ડિફેન્સ કોલેજ સહિત ચાર દેશના અધિકારીઓ પ્રાંતિજ પહોંચ્યા, આ વિષયની મેળવી માહિતી, જુઓ

જશુ પટેલે ડેરીની ઓફિસના પગથિયાંમાં બેસી જઈને વિરોધ કર્યો હતો. સાથે જ આક્ષેપો કર્યા હતા કે, સાબરડેરીના કર્મચારીઓને ડિરેક્ટરોને ત્યાં ડ્રાઇવર તરીકે કામ કરવામાં રાખવામાં આવે છે. તો કેટલાક વિભાગો માત્ર સગાંવાદથી જ ચાલી રહ્યા છે. પ્રમોશન પણ સાબરડેરીમાં સગાંવાદ આધારે જ આપવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા હતા. ડેરીના એમડી અને એચઆરડી મેનેજર વિગતો પણ માંગવા છતાં પૂરી નહીં પાડતા હોવાના આક્ષેપ કર્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video