AHMEDABAD : અરણેજ બગોદરા માર્ગ અકસ્માતના ઇજાગ્રસ્તોની શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી

|

Jan 01, 2022 | 11:35 PM

મંત્રીઓએ બાળકોના પરિવારજનો સાથે પણ વાર્તાલાપ કરીને તેમને સાંત્વના આપી હતી.બાળકો જલ્દીથી સારવાર મેળવી ને સાજા થઇ ઘરે પરત થાય તે માટે મંત્રીઓએ પ્રભુને પ્રાર્થના કરી હતી.

સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ આ તમામ રમતવીરો ની હાલત અત્યારે સ્થિર છે.

AHMEDABAD : અરણેજ-બગોદરા માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા રાજ્યકક્ષાની અંડર 19 -જૂડો સ્પર્ધાના પ્લેયર્સ કે જેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમની આજરોજ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લઈ આરોગ્ય પુચ્છા કરી.બંને મંત્રીઓએ આ બાળકોની મુલાકાત લઇ તેમની પ્રવર્તમાન આરોગ્ય સ્થિતિ વિશેનો તાગ મેળવી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

મંત્રીઓએ બાળકોના પરિવારજનો સાથે પણ વાર્તાલાપ કરીને તેમને સાંત્વના આપી હતી.બાળકો જલ્દીથી સારવાર મેળવી ને સાજા થઇ ઘરે પરત થાય તે માટે મંત્રીઓએ પ્રભુને પ્રાર્થના કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ આ તમામ રમતવીરો ની હાલત અત્યારે સ્થિર છે. ‌આ તમામ બાળકો ડિસ્ચાર્જ થયા બાદ પોતાના વતન અથવા રાજ્યની કોઇપણ હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર મેળવી શકે તે માટે રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે.

આ અંગે સોશિયલ મીડિયા પર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ લખ્યું –

સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અરણેજ – બગોદરા માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા રાજ્યકક્ષાની અંડર 19 – જૂડો સ્પર્ધાના રમતવીરોની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે રૂબરૂ મુલાકાઇ લઇ તેમના સ્વાસ્થ્યની પૃચ્છા કરી અને તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. બાળકોના પરિવારજનો સાથે પણ વાર્તાલાપ કરીને તેમને સાંત્વના આપી; બાળકો જલ્દીથી સારવાર મેળવીને સાજા થઇ ઘરે જાય તે માટે પ્રભુને પ્રાર્થના કરી.આ તમામ બાળકો ડિસ્ચાર્જ થયા બાદ પોતાના વતન અથવા રાજ્યની કોઇપણ હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર મેળવી શકે તે માટે રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે.

Next Video