Rajkot: દશેરાના તહેવારને લઇને મનપા સક્રિય, મીઠાઈ,ફરસાણ સહિતના ખાદ્ય પદાર્થોની ચકાસણી હાથ ધરી

|

Oct 04, 2022 | 8:19 PM

દશેરાના તહેવારને લઇને રાજકોટ મનપાનું ફૂડ વિભાગ સક્રિય પણે કામગીરી કરી રહ્યો છે. રાજકોટ મનપાના ફૂડ વિભાગની ત્રણ ટીમો શહેરના અલગ-અલગ વિસ્તારમાં જઇને ખાદ્ય પદાર્થોની દુકાનોમાં તપાસ કરી રહી છે.

Rajkot: દશેરાના તહેવારને લઇને રાજકોટ મનપાનું ફૂડ વિભાગ સક્રિય પણે કામગીરી કરી રહ્યો છે. રાજકોટ મનપાના ફૂડ વિભાગની ત્રણ ટીમો શહેરના અલગ-અલગ વિસ્તારમાં જઇને ખાદ્ય પદાર્થોની દુકાનોમાં તપાસ કરી રહી છે. ફૂડ વિભાગની ટીમો મીઠાઇ સહિતના ખાદ્ય પદાર્થોની ચકાસણી કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે, દશેરાના તહેવારમાં રાજકોટવાસીઓ મોટા પ્રમાણમાં ફરસાણ અને મીઠાઇ આરોગશે. ત્યારે આ સ્થિતિમાં લાખો શહેરીજનોના આરોગ્યને લઇને રાજકોટ મનપા ચિંતિત જોવા મળી રહ્યું છે.

સૌરાષ્ટ્રની ગોંડલ, મોરબી, જેતપુર, જસદણ બેઠકો ભાજપ માટે બની શકે છે માથાના દુ:ખાવા સમાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે (BJP) સૌરાષ્ટ્રની બેઠકો જીતવા કમર કસી છે. કારણ કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રની બેઠકો પર મોટો ફટકો પડ્યો હતો. જેના કારણે ભાજપ 2 આંકડામાં આવી ગઈ હતી. ગુજરાતમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છની 54 બેઠકો ઘણી નિર્ણાયક ગણાય છે. આ વખતે સૌરાષ્ટ્રની બેઠકોને લઈને ભાજપ કોઈ કસર બાકી રાખવા માગતી નથી. આ મહત્વપૂર્ણ બેઠકોની જો વાત કરીએ તો તેમા ગોંડલ, જેતપુર, જસદણ અને મોરબી બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો એવી છે. જેમા નવા ઉમેદવારોની સાથે જૂના જોગીઓ પણ ટિકિટ મેળવવા માટે લોબિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આ વખતે ભાજપ માટે સૌથી મોટો પડકાર આંતરિક વિખવાદનો પણ છે. આ વખતે માણાવદર, મોરબી (Morbi), જસદણ (Jasdan) બેઠકો પર સૌથી વધુ માથાપચ્ચી ભાજપને કરવી પડશે. આ બેઠકો પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડા, બ્રિજેશ મેરજા, અને કુંવરજી બાવળિયા પણ ટિકિટ માટે દાવેદારી કરશે તો જૂના જોગીઓ કેવુ વલણ અપનાવશે તેના પર સૌની નજર રહેશે.

Next Video