Rajkot: પીએમ મોદીનું રાજકોટ એરપોર્ટ પર ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ

|

May 28, 2022 | 11:44 AM

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly elections 2022) લઈને વડાપ્રધાન મોદી સહિત કેન્દ્રીય પ્રધાનોના ગુજરાતના પ્રવાસ વધી ગયા છે. ત્યારે ફરી એકવાર વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે છે.

પીએમ મોદી હાલ રાજકોટની (Rajkot News) મુલાકાતે છે અને આટકોટ ખાતે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પીટલનું લોકાર્પણ કરવાના છે. ત્યારે પીએમ મોદી (PM Modi) રાજકોટ એરપોર્ટ ખાતે પહોચ્યા હતા. જ્યા તેમનું ભાજપના મોટા નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા આટકોટ ખાતે પહોચ્યા અને હોસ્પીટલનું ઉદ્ધાટન કર્યું. ત્યારબાદ તેઓ એક સભા પણ સંબોધશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદી સહિત કેન્દ્રીય પ્રધાનોના ગુજરાતના પ્રવાસ વધી ગયા છે. ત્યારે ફરી એકવાર વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે છે. થોડીવારમાં પીએમ મોદી રાજકોટ જિલ્લાના જસદણ આવશે. જ્યાં આટકોટમાં ખાતે રૂપિયા 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની કે. ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે.

પટેલ સેવા સમાજ દ્વારા સંચાલિત આ હોસ્પિટલમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર સહિતના જિલ્લાના ગરીબ દર્દીઓને નજીવા દરે સારવાર મળશે. અહીં જનરલ વોર્ડમાં રોજના 150 રૂપિયાના ભાડામાં દર્દીને ત્રણ ટાઇમ પેટ ભરીને ભોજન પણ મળશે. હોસ્પિટલમાં OPD, સુપર સ્પેશિયાલિટી, રેડિયોલોજી, ICCU સહિતના આધુનિક વિભાગો કાર્યરત થશે. મા-અમૃતમ અને આયુષ્યમાન કાર્ડધારકોને વિનામૂલ્યે સારવાર અપાશે. આયુષ્યમાન કાર્ડ ન હોઈ તો કાર્ડ પણ કાઢી આપવામાં આવશે. ગરીબ દર્દીઓને સારવાર મળી રહે તેવો પ્રયાસ કરાશે. જે ગરીબ દર્દી પાસે રૂપિયા નહિ હોય તો પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેનો ખર્ચો ઉપાડશે.

Published On - 11:39 am, Sat, 28 May 22

Next Video